ભેદ તારો-મારો સદા કરતો રહ્યો
ન ઓળખી શક્યો આતમને
સમજ્યો અહીં શાશ્વત મુકામ છે
પાપની ગઠરી ભરતો રહ્યો..
ન ઓળખી..
દેખાવ તનનો જ પહેચાન છે
નાશવંત શરીરને પંપાળતો રહ્યો..
ન ઓળખી..
સંપન્ન વ્યક્તિને મળે અહીં માન છે
સંપતિનાં ગુણગાન ગાતો રહ્યો..
ન ઓળખી..
લાગ્યું કે પદનું સૌને અભિમાન છે
અન્યનાં દિલ દુભવતો રહ્યો..
ન ઓળખી..
એષણામાં રેડી હમેશા મેં જાન છે
ઘેલછા મનની સંતોષતો રહ્યો..
ન ઓળખી..
ન જાણ્યું કે સૌ એકનાં સંતાન છે
ઊંચ-નીચનાં ભેદમાં રાચતો રહ્યો..
ન ઓળખી..
– ડો.મનોજ વાસન


















































