અને , તે અને તેણી છૂટાછેડા લઈ રહ્યા છે…
HE : હવે, હું નદી કિનારાની સંભાળ નહીં લઉ, તારે તેમાં નીર મોકલવા નહીં.!”
SHE :હા, હું પહાડો પરથી ઝરણા નહીં મોકલુ, તારે ઝીલવાની ઝંઝટ જ નહીં..!”
HE : એમ જ થશે,હું નવા બગીચાઓ સર્જીશ જ નહીં, તારે એમાં ફૂલો નહીં ઉગાડવા પડે!”
SHE : અને, દરિયા, પહાડનું શુ ? તને ખબર છે ને તારા પ્રેમમાં સરિતા બનીને મેં દરિયામાં કેટલું મીઠુ પાણી ઉમેર્યું.!”
HE :હા હવે, તે એકલીએ નવાઈ નહોતી કરી. તારા વિરહમાં મેં પણ આ વિશાળ પહાડો રચી દીધેલા યાદ છે ને.? ખેર, જે થયું તે, દરિયો તું રાખ અને પહાડ હું રાખીશ..!”
SHE : ના હો.. પછી તું પહાડની જેમ મારી સામે ઉભો રહીને તારી વિરહગાથાઓ ગાઈશ. એટલે દરિયો તું રાખ, પહાડો મારા.!”
HE : તને જેમ ઠીક લાગે, હવે આકાશની વહેંચણી, મેઘધનુષની ઉપરનો તમામ ભાગ તારો ને ધરતી તરફનો ભાગ મારો.!”
SHE : વાહ વાહ, બોલ્યો મોટો…તું પહેલેથી જ ચીટર છે,એમ કરીને ધરતી લઈને લોકોને બોલતો ફરશે કે ધરતી જોડે જોડાયેલો છું, પેલી જ ઇગોઇષ્ટ હતી..SO, ધરતી તરફનો ભાગ મારો, તું ભલે આકાશ લઈ જા.!”
HE : તું મને કયારેય નહીં સમજી શકે, મેઘધનુષની ઉપરનું આકાશ આપીને ચન્દ્ર, તારા , સુરજ તને આપવા માંગતો હતો. પણ, તને જેમ ઠીક લગે તેમ,હવે કાઈ..?”
ને, આમ જ યુગોયુગોથી તેઓ પ્રકૃતિનું સર્જન પણ કરે છે અને ભાગલા પણ પાડે છે. તમને થતું હશે કે આ તમામ પ્રકૃતિ HE/SHEની જ છે..? હું કહું છું કે હા, પ્રકૃતિમાં સુંદરતા ઉમેરવાની અને જોવાની તાકાત સંસારના સૌથી પહેલા સ્ત્રી/પુરુષ આદમ અને ઇવથી માંડીને આજના પ્રેમીઓ HE અને SHEની જ છે.
પછી, તેમાં ભાગલા પાડીને તેઓ પોતાનું ફસ્ટ્રેશન દૂર કરે એમાં શું નવાઈ..?
અનિરુદ્ધ ઠક્કર ” આગંતુક”


















































