સઘળે જ્યારે શોધી વળી,
પણ કયાંય જ ના મળી.
થાકીને જ્યારે પાછી વળી,
નિરાશાઓ મનને ઘેરી વળી.
પછી બેઠી જ્યારે મન ભણી,
ત્યાર પછી થોડી કળ વળી.
જીવનભર જેને શોધી વળી,
અંતે તો તે ખુદમાં જ મળી.
– મોનિકા તન્ના
સઘળે જ્યારે શોધી વળી,
પણ કયાંય જ ના મળી.
થાકીને જ્યારે પાછી વળી,
નિરાશાઓ મનને ઘેરી વળી.
પછી બેઠી જ્યારે મન ભણી,
ત્યાર પછી થોડી કળ વળી.
જીવનભર જેને શોધી વળી,
અંતે તો તે ખુદમાં જ મળી.
– મોનિકા તન્ના
કીટલી ને કાફેમાં છે ફેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર બંનેની પોતાની લ્હેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર અસલની કીટલી પર પ્યાલા રકાબી અને બેસવાને મૂડા ને પાટલી પાણી પીવાને કાજ મુકી હો બાજુમાં હોય નાનકડી ઢોચકી કે માટલી આખી ને અડધી હવે એની પણ અડધી તોય એવી મજા ન આવે ઘેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર કીટલી પર politics discuss થતું પણ ચૂસકીમાં પૂરો થાય ખેલ ચર્ચા પછી હાથ ખંખેરી ઊભા મુકી issue ને એના ઉકેલ કોઇ ગાંઠે ન બાંધે વેરઝેર , ઓ Bro મારા કીટલી ને...
ઘણા લોકો માને છે કે ખુશ રહેવા માટે પૈસા,આલિશાન મકાન,મોટી ગાડી, મોંઘો ફોન કે નામ,પદ -પ્રતિષ્ઠા જરૂરી છે. પરંતુ હકીકતમાં સાચી ખુશી બહારની વસ્તુઓમાં નહીં, પરંતુ આપણા મનની અંદર વસેલી હોય છે. ખુશ રહેવા માટે સૌથી પહેલાં માણસે પોતાની જાતને સ્વીકારવી જોઈએ. દરેક વખતે પોતાની તુલના બીજાઓ સાથે કરવાથી માણસ ક્યારેય સાચી ખુશી મેળવી શકતો નથી, કારણ કે દુનિયામાં હંમેશા કોઈ ને કોઈ આપણાથી આગળ કે પાછળ હશે જ. તેથી બીજાઓ સાથેની તુલના કરતાં પોતાના જીવનની પ્રગતિ પર ધ્યાન આપવું વધુ જરૂરી છે. નાની નાની બાબતોમાં આનંદ શોધવો એ પણ જીવનની મોટી કળા છે—પરિવાર સાથે પ્રેમથી બેસવું, મનપસંદ કામ કરવું,...
વરસાદી મોસમમાં ભેજ, તાપમાનમાં ફેરફાર અને વાયરસનો ફેલાવો વધે છે, તેથી ઠંડી–સર્દી, ખાંસી તેમજ ગળાનું ઇન્ફેક્શન સામાન્ય બની જાય છે. થોડા સરળ દૈનિક પગલાં લઈને આપણે આ જોખમને ઘણી હદે ઘટાડીને સ્વસ્થ રહી શકીએ છીએ. શરીર સુકું અને ગરમ રાખવું: વરસાદમાં ભીંજાયા પછી તરત જ સુકા કપડાં પહેરો, વાળ સારી રીતે સૂકવો અને ગરમ પાણીથી સ્નાન કરો. લાંબા સમય સુધી ભીંજાયેલા કપડાં, શૂઝ અથવા મોજાંથી દૂર રહો. સ્વચ્છતા અને હેલ્થ હેજીન: હાથને વારંવાર સાબુ અને પાણીથી ધુઓ, ખાસ કરીને ખાંસી–છીંક પછી, બહારથી આવીને, ખાવા પહેલાં અને ટોયલેટ પછી. મુખ, નાક અને આંખને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો. ખોરાક અને પાણીનું ધ્યાન:...
"હવે તારે જે કરવું હોય તે કર." મને તને પસંદ કરવાની કોઈ ઈચ્છા નહોતી. ખરેખર, હું તો કોઈ પ્રયત્ન પણ ન્હતો કરી રહ્યો. આ કોઈ યોજના નો ભાગ નહોતો—એવું ન્હોતું કે હું સવારે ઉઠીને વિચારું કે હા, આજે તો લાગણીઓ વિકસાવવાનો દિવસ છે અને મારી જિંદગીને થોડી વધુ જટિલ બનાવવાની તક. નહીં, આ તો પતંગિયાં જેમ આવ્યું. એટલું શાંતિથી કે મને શરૂઆતમાં ધ્યાન પણ આવ્યું નહીં—જેમ કોઈ ધીમો ગુંજારવ હોય—પણ પછી જાણે એ જ એક અવાજ બની ગયો, જે સતત સંભળાતો રહે... મને લાગે છે કે આ નાની નાની બાબતોથી શરૂ થયું હશે. આવી લાગણીઓ એકદમ પૂરતી તૈયાર થઈને નથી...
મનુષ્ય માત્રને જીવનમાં અનેક પ્રશ્નો સતાવતા હોય છે જેમ કે એક જેવા મનુષ્યોમાં કોઈ અમીર તો કોઈ ગરીબ કેમ? કોઈ જ્ઞાની તો કોઈ મૂર્ખ કેમ? કોઈ તંદુરસ્ત તો કોઈ રોગી કેમ? કોઈ સુંદર તો કોઈ કદરૂપું કેમ? કોઈ ગોરું તો કોઈ કાળું કેમ? કોઈ સફળ તો કોઈ અસફળ કેમ? જેનો જવાબ માત્ર કર્મ અને તેના સિધ્ધાંતને સમજવાથી જ મેળવી શકાય છે. લગભગ બધા જ ધર્મોએ કર્મની મહત્તાને સ્વીકારી છે કારણ કે સંસારમાં પ્રવર્તતી અસમાનતાને સમજવા કર્મને સ્વીકાર્યા વગર છૂટકો જ નથી. કર્મ એ ધર્મની જેમ શ્રદ્ધાનો વિષય નથી. કર્મનુ તો પદ્ધતિસરનું વિજ્ઞાન છે તર્કબદ્ધ અને ક્રમબદ્ધ, જેમ વિજ્ઞાનને પોતાના સિદ્ધાંતો...
By - Urvisha Vadodariya હું જ્યારે મારા શૈક્ષણિક જીવન તરફ પાછું નજર કરું છું, ત્યારે મને લાગે છે કે દરેક વિદ્યાર્થીની જેમ મારી પણ એક એવી સફર છે, જે માત્ર ડિગ્રી મેળવવા પૂરતી નથી, પરંતુ જીવનને સમજવા, સમાજને નજીકથી જોવાની અને પોતાની જવાબદારી ઓળખવાની પ્રક્રિયા છે. મારી આ સફરનું સૌથી મહત્વપૂર્ણ અને નિર્ણાયક અધ્યાય છે Gujarat University સાથે સંકળાયેલી MDC College (Mass Media and Communication). અહીં મેં માત્ર જર્નાલિઝમનો અભ્યાસ કર્યો નથી, પરંતુ વિચારવાની દિશા, પ્રશ્ન પૂછવાની હિંમત અને સમાજ માટે કંઈક કરવાનું સ્વપ્ન પણ વિકસાવ્યું છે. માસ મીડિયા અને જર્નાલિઝમ પસંદ કરવાની પ્રેરણા નાનપણથી જ મને આસપાસના સમાજને જોવાની,...
ગુજરાત યુનિવર્સિટીની તરફથી માઉન્ટ આબુ ખાતે આયોજિત ફોરેસ્ટ કેમ્પમાં જવાની પસંદગી થઈ ત્યારે મને અપાર ખુશી થઈ. આ માત્ર કોલેજની એક્ટિવિટી નહોતી, તે યુનિવર્સિટી લેવલની એવી તક હતી જ્યાં ક્લાસ અને બુકથી બહાર શીખવાનું હતું. માઉન્ટ આબુ પહોંચતાં જ લીલાછમ, પહાડો અને તાજી હવાએ ઘેરી લીધું. મને ઉત્સાહ સાથે થોડી ઘબરાટ પણ થઈ. અંદરથી મને લાગ્યું કે આ પાંચ દિવસ શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે મને પડકારશે. અને એવું જ થયું પણ. કેમ્પ પાંચ દિવસનો, પ્રત્યેક દિવસ તાલીમ, સાહસ અને શિસ્તથી ભરપૂર હતો. દરેક દિવસની શરૂઆત સવારે જલ્દી ઉઠીને વ્યાયામ, દોડ અને વોર્મ-અપથી થતી. શરૂઆતમાં અઘરું લાગ્યું, પણ ધીમે ધીમે...
નિર્ણય વગરનું માતૃત્વ: જ્યારે સ્ત્રીની પસંદગી સમાજ નક્કી કરે.પરંપરાની સાંકળોમાં બંધાયેલું માતૃત્વ નિર્ણય વગરની માતા બનેલી લતાબેન અને એક આખા સમાજની ચુપ્પીપરંપરા, અજ્ઞાન અને સતત ગર્ભધારણ વચ્ચે દબાતી સ્ત્રી “બાળક જન્મ્યા પછી છ દિવસમાં હું ફરી ચૂલ્હા પાસે હતી… કારણ કે અહીં સ્ત્રીને માતા બનવાનો અધિકાર છે, પરંતુ આરામ કરવાનો નથી.” લતાબેન—ઉંમર માત્ર 30 વર્ષ. પરંતુ આ ઉંમરે તેઓ આઠ બાળકોની માતા છે. પ્રથમ બાળક 12 વર્ષનું છે અને સૌથી નાનું માત્ર 2 વર્ષનું. આ આંકડા માત્ર ગણતરી નથી; એ એક સ્ત્રીના શરીર, મન અને જીવન ઉપર લાદાયેલા સતત દબાણની સાક્ષી છે. લતાબેનની વાર્તા એક વ્યક્તિ પૂરતી સીમિત નથી....
આજે રવિવાર...અમે તમારી માટે એક મસ્ત રેસિપી લઇને આવ્યા છીએ...આ રેસિપી એવી છે જે તમે ખૂબ જ ફટાફટ બનાવી શકશો અને ટેસ્ટમાં પણ એકદમ મસ્ત લાગશે. આ વાનગી તમને બનાવતા જરા પણ કંટાળો નહિં આવે. તો આજે અમે તમને જણાવીશું કે ઘરે ફટાફટ સ્વાદિષ્ટ બાજરીના ઢોકળા કેવી રીતે બનાવશો. આ ઢોકળા તમને ખાવાની મજ્જા પડી જશે. તો નોંધી લો તમે પણ આ રેસિપી.. સામગ્રી એક કપ બાજરીનો લોટ ½ કપ ચણાનો લોટ વાટેલી અડદની દાળ સ્વાદાનુંસાર મીઠું ખાવાનો સોડ(અથવા તો તમે ઇનો) પણ લઇ શકો છો સમારેલી કોથમીર લીલા મરચાં હળદર કાળા મરી તેલ તલ દહીં બનાવવાની રીત બાજરીના ઢોકળા...
જાતને ઓળખી શકાય નહીં! એટલું દૂર પણ જવાય નહીં! ધન તમારું તો પારકી થાપણ, જાત પર ખર્ચ જે કરાય નહીં! જીતવાનું જ લક્ષ્ય જેનું હોય, એની સાથે કદી રમાય નહીં. છાત્ર માટે ગુરુ તો હોય જ છે, બાકીનાનો કોઈ ઉપાય નહીં! સમજી સમજાવી ન શકો જે ખુદ, એટલું, એવું તો લખાય નહીં! વાર હથિયારનો તો ટાળી શકો, ઢાલથી તો કદી બચાય નહીં! જીદ કરે, એ તો નાનું બાળક છે, મન જે માંગે બધું અપાય નહીં! સંદીપ પૂજારા
© 2023 MediaHives - All Right Reserved by iGujju.
© 2023 MediaHives - All Right Reserved by iGujju.