આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે હું મારી જાતને વચન આપું છું..
સદાય પોતાની ખુશીમા ખુશ રહેવાનું શીખીશ,
મારી ખુશી કોઈ પણ વ્યક્તિ આધારિત નહિ હોય,
પગમા ઝાંઝર રૂપે બેડીઓ ભલે પહેરું હે દુનિયા,
પણ એ ઝાંઝરને શસ્ત્ર બનાવવાનું પણ શીખીશ,
આંખોમા હાસ્ય, ચેહરા પર ઉમંગ, અડગ વ્યક્તિત્વ,
એ જ હંમેશા રહેશે મારા ઘરેણાં,તેનાથી જ હું ચમકીશ,
મહેણાં ટોણા, બળાત્કાર, છેડતી, અપમાન, હિંસા,
એ બધાને તો હું શક્તિ બની ત્રિશુલ લઈને હણીશ,
પુસ્તકોની આદત, સ્વાસ્થ્ય અને રોજિંદી એક પ્રવૃત્તિ,
તેમાં જ મગ્ન રહીશ, ફાલતુ વાતોને બને ત્યાં સુધી દૂરથી જ સલામ કરીશ,
સરવાળે હું નારી છું અને નારી બનીને જ જીવીશ..
સુચિતા ભટ્ટ