આજની ૨૧મી સદીમાં પ્લાસ્ટિકનો વપરાશ એ જાણે ખૂબ મહત્વની બાબત બની ગઇ છે. પાણીની બોટલથી લઇને જમવાની થાળી સુધી દરેક વસ્તુ પ્લાસ્ટિક આધારિત થઇ ગઇ છે. શાક લેવા જાવ ત્યાં પણ પ્લાસ્ટિક, કોઇ પણ દુકાનથી સામાન ખરીદો તો તમને પ્લાસ્ટિક બેગમાં જ તે સામાન આપશે. નાના બાળકોના રમકડા પ્લાસ્ટિકના હોય છે. પ્લાસ્ટિક એ આપણા જીવનમાં મહત્વનું સ્થાન ધરાવે છે.
પ્લાસ્ટિક શરીર માટે સારુ માનવામાં નથી આવતું. બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો વપરાશ ટાળવો જોઇએ. કેવી રીતે તમે પ્લાસ્ટિકનો વપરાશ ટાળશો.
- તમારી ઓફિસમાં કોફી અને ચાનું મશીન હોય ત્યાં પ્લાસ્ટિકના કપ કે ગ્લાસ હોય છે, જેમાં તમે રોજ ચા પીવો છો. તેની જગ્યાએ ઘરેથી પોતાનો કપ લઇને ઓફિસમાં મૂકી શકાય અને તેમાં જ રોજ ચા કે કોફી પીવી જોઇએ.
- પાણી પીવાની બોટલ વધુ પડતા લોકો પ્લાસ્ટિકની જ યુઝ કરતાહોય છે. તેની જગ્યાએ સ્ટીલ કે પિત્તળની બોટલનો વપરાશ કરવો જોઇએ.
- જ્યારે પણ તમે ખરીદી કરવા જતા હોવ ત્યારે ઘરેથી કપડાની થેલી લઇને જ જવું જોઇએ.
- ફાસ્ટફૂડ જ્યારે તમે પેક કરાવીને ઘરે લઇ જતા હોવ છો, ત્યારે તે પણ પ્લાસ્ટિકમાં જ પેક થાય છે તો તેની જગ્યાએ ઘરેથી જ કોઇ પાત્ર લઇને જાવ જેથી પ્લાસ્ટિક વાપરવાની જરૂર ના પડે.
- તમે સાથે લંચ લઇને જતા હોવ ત્યારે તેને સ્ટીલના ડબ્બામાં પેક કરીને લઇ જવું જોઇએ.
આમ એવા ઘણી બધી ચીજ એવી છે કે જેને તમે પ્લાસ્ટિક સાથે રિપ્લેસ કરી શકો. પ્લાસ્ટિકનો બને તેટલો ઓછો જ વપરાશ કરવો જોઇએ, કારણકે પ્લાસ્ટિક એ આપણી હેલ્થ માટે નુકશાનકારક છે.