ઘણાં કઠોળ અને ડ્રાયફ્રૂઈટ્સ એવા હોય છે, તેને બાફીને અથવા રાંધીને ખાવાના બદલે, તેને પાણીમાં પલાળીને ખાવાથી તેના મૂલ્ય અને વિટામીનમાં અનેકગણો વધારો જોવા મળે છે. આજે આપણે એવા જ એક ડ્રાયફ્રૂટ વિશે વાત કરીશુ જેને ઓવરનાઈટ પલાળીને ખાવાથી તેના અસંખ્ય ફાયદાઓ આપણે લઇ શકીએ છીએ.
આજે આપણે પલાળેલી બદામ (આલ્મન્ડ) વિશે વાત કરીશુ. તેનાથી સ્વાસ્થ્યને લગતા અનેક ફાયદા જેમકે ત્વચા, વાળ, આંખ, અને પાચનને સુધારે છે. તેમાં વિટામિન B, પોટેશિયમ, ડાયેટરી ફાઈબર, પ્રોટીન, કેલ્શ્યિમ, આયર્ન, મિનરલ્સ, હેલ્ધી ફેટ્સ વગેરે જેવા આવશ્યક તત્વો ધરાવે છે.
રીત:
➥ 6 થી 8 બદામને સાદા પાણીમાં ૧૦ થી ૧૨ કલાક સુધી પલાળી રાખો, ત્યારબાદ બીજે દિવસે, તમારી અનુકૂળતા મુજબ ખાવી, તેને તમે દૂધ સાથે પણ લઇ શકો છો.
➥આ બદામને તમે કોઈપણ પોષકતત્વો ગુમાવ્યા વગર એક અઠવાડિયા સુધી સાચવી શકો છો.
ફાયદા:
રો આલ્મન્ડના બદલે પલાળેલી બદામમાં વિટામિન Eનું પ્રમાણ વધી જાય છે, જે એક એન્ટી ઓક્સિડેન્ટ તરીકે કાર્ય કરે છે, જે તમારી ડેમેજ ત્વચાને અને વાળને સુધારે છે. આંખને પણ સ્વસ્થ રાખે છે, આંખની દ્રષ્ટિ સુધારવામાં પણ મદદ કરે છે ઉપરાંત વાળને અકાળે સફેદ થતા રોકે છે.
સગર્ભા મહિલાઓ માટે પણ ખુબજ મહત્વની છે, નોર્મલ બદામની સરખામણીમાં પલાળેલી બદામમાં વિટામિનનું પ્રમાણ બમણું થઈ જાય છે, તેમાં રહેલું આયર્ન રેડસેલ્સને જાળવી રાખે છે અને લોહીની ઉણપ થવા દેતું નથી.
તેમાં રહેલા ફાઇબર પેટની સમસ્યાને દૂર કરીને પાચનશક્તિને વધારે છે, તે ઉપરાંત તે અપચો, ગેસ, કબજિયાત વગેરેની તકલીફથી છુટકારો આપે છે. તે વજન ઘટાડવા માટે પણ ઉપયોગી છે. તેમાં રહેલા એન્ટી ઓક્સિડેન્ટ અસાધ્ય રોગો જેવાકે કેન્સર, હાર્ટ ડિસીઝ, ડાયાબિટીસ વગેરેનું જોખમ પણ ઘટાડે છે.
પલાળેલી બદામ ખાવાથી હેલ્ધી આદત રાખો અને તમારા શરીરને તંદુરસ્ત રાખો.