મૂડમાં હોવું એ ખુબ જરૂરી બાબત હોય છે જયારે તમે કઈ પણ કાર્ય કરો છો. તે તમારો કાર્ય પ્રત્યેનો અભિગમ નક્કી કરે છે. હાલમાં બેબીને બોર્નવીટા પીવડાવો બેબી મૂડમાં નથી એવું ગીત પણ ખુબજ પ્રખ્યાત થયું હતું, તો ચાલો iGujju ની સાથે આજે આપણે જોઈએ મૂડને સારો રાખવાના પાંચ કીમિયા
ઘણી વાર વધુ પડતાં કામથી, અન્ય કોઈ કાર્યના થાકથી આપણે એવું બોલતા જ હશું કે આજે મારો મૂડ નથી,મારુ મન નથી કાર્ય કરવાનો સાચું ને? આપણી આ બધી સમસ્યાને કુદરતી રીતે દૂર કરવા એવા અમુક ફૂડ વિશે વાત કરીશુ જે આપનો મૂડ સરખો કરવા અને થાકને દૂર કરવા આપણી મદદ કરશે. જે તાત્કાલિક રાહત કરવા માટે જાણીતા છે. મૂડ સારો કરવો કોને નહિ ગમતો હોય?
આપણે જેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે દરેક ફૂડની એક ખાસિયતએ છે કે, તમે તેને ગમે ત્યારે લઇ શકો છો, સવારે ઉઠીને અથવા તો રાત્રે અથવા દિવસ દરમ્યાન કોઈપણ સમય તેના માટે અનુકૂળજ હશે. જે નીચે મુજબ છે.
1.ગ્રીન ટી:
ગ્રીન ટી લોહીમાં રહેલ ગ્લુકોઝ લેવલ કંટ્રોલ કરવામાં મદદ કરે છે, દરરોજ ગ્રીન ટી લેવાથી તમારા મગજને એલર્ટ રાખે છે અને શરીરને હાઈડ્રેટ રાખે છે, જમ્યા પછી પણ કંઈક મીઠું ખાવાની તીવ્ર ઈચ્છાને પણ ઘટાડે છે.
2.વોલન્ટસ:
તેને આપણા શરીરના સેલની હેલ્થ સુધારવા ખુબ જ અગત્યનું કાર્ય કરે છે, દરરોજ 8 થી 10 વોલનટ ખાવાથી કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે અને સાથેજ લોહીનું પરિભ્રમણ વધારે છે.
3.ડાર્ક ચોકલેટ:
ચોકલેટ આપણો મૂડ સારો બનવામાં અને આપણને ખુશ રાખવામાં મદદ કરે છે. ડાર્ક ચોકલેટ એન્ટી ઓક્સિડેન્ટ યુકત હોવાથી તણાવ,હોર્મોન્સને બેલેન્સ જાળવવામાં મદદરૂપ બને છે.
4.કેસર:
તે મગજને એકટીવ રાખતું સેરોટોનિન નામનું દ્રવ્ય ઉત્પન્ન કરે છે. કેસર ખાવાથી ડિપ્રેશન ,મૂડ સ્વિંગ વગેરે જેવા લક્ષણોમાં ઘટાડો જોવા મળે છે. કેસર અને નટ્સના મિક્સચરનું મિલ્ક બનાવી શકાય છે.
5.કોફી :
આપણામાંથી ઘણાં લોકોના દિવસની શરૂઆત કોફીથી જ થતી હશે. મિલ્ક બેઝડ કોફી આપણા શરીરને એકટીવ રાખવામાં અને દરેક ફંકશનને યોગ્ય કાર્યરત કરવામાં મદદ કરે છે,તેમાં રહેલા કેફેન તત્વ આપણા મગજને ગતિશીલ રાખે છે.
જયારે પણ તમને તણાવ અથવા મૂડ ખરાબ હોઈ તેવું લાગે ત્યારે ઉપરોક્ત ઉપાયોની મદદ લેવી, તમને હળવાશનો અનુભવ કરાવશે.