સવારનો નાસ્તો ખુબજ મહત્વનો છે,અને તેને યોગ્ય રીતે કરવો જરૂરી પણ છે, સવારનો નાસ્તો લાંબો સમય સુધી આપણને એનર્જી આપતો રહે તે પણ જરૂરી છે. નાસ્તા માટે ઘણા ઓપ્શન્સ છે, પરંતુ આજે આપણે બેસ્ટ ઓપ્શન વિશે વાત કરીશુ.
મોર્નીગ માટે સૌથી બેસ્ટ બ્રેકફાસ્ટ પુરુવાર થેયલા છે ઓટસ. તે અસંખ્ય સ્વાસ્થ્યના લાભોને લીધે લોકપ્રિય બન્યું છે. 100 ગ્રામ ઓટસ નીચે મુજબ વિટામિન્સ ધરાવે છે.
એનર્જી 360 કેલોરી
પ્રોટીન 12 ગ્રામ
ફેટ 5 ગ્રામ
કાર્બોહાઇડ્રેટ 63 ગ્રામ
ડાયેટરી ફાઇબર 8 ગ્રામ
કેલ્શ્યિમ 50 ગ્રામ
આયર્ન 3 ગ્રામ
મેગ્નેશિયમ 175 ગ્રામ
ફોસ્ફરસ 520 ગ્રામ
સોડિયમ 1 ગ્રામ
ઝીંક 4 ગ્રામ
જે લોકો વજન ઘટાડવા માંગતા હોઈ તેમને ઓટસ નિયમિત રીતે ખાવા જોઈએ, કારણકે તેમાં ઉચ્ચ પ્રમાણમાં પોષક તત્વો અને ડાયેટરી ફાઇબર હોઈ છે અને કેલોરી અને ફેટનું પ્રમાણ ખુબજ ઓછું હોઈ છે.જે વજન ઘટાડવા માટે ઉપયોગી છે.
તેને સ્કિન કેર તરીકે પણ ઓળખવામાં આવે છે, ઓટસની મદદથી તમે તમારી ત્વચાનું પણ ધ્યાન રાખી શકો છો, તેની મદદથી ખીલ, અછબડા, ત્વચા પર લાલ દાગ ધબ્બા, રેશિઝ વગેરેમાં નિયંત્રણ મેળવી શકાય છે.
ઓટમીલ પેન્ટોથેનીક એસિડ અને કોલિન જેવા વિટામિન્સનો સારો સ્ત્રોત છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારામાં મદદ કરે છે. શરીરને રોંગસામે લડવાની શક્તિમાં વધારો કરે છે. તેમાં રહેલા ફાઇબર્સ કબજિયાતની તકલીફ પણ દૂર કરે છે.
તે ઝીરો કોલેસ્ટ્રોલ ધરાવે છે, લોહીમાં રહેલા શર્કરાનું પ્રમાણ પણ ઘટે છે, તેનું મુખ્ય કારણ તેમાં રહેલા ઉચ્ચ ફાઇબર્સ છે જે લોહીમાં શુગરના પ્રમાણને જાળવી રાખે છે.
ઓટસને તમે ઘણી રીતે ખાય શકો છો, તેમાં મિલ્ક ઉમેરીને પણ લઇ શકોછો, ગ્રીન વેજીટેબલે અથવા તો ફ્રૂટ જેમકે બનાના, એપલ, સ્ટ્રોબેરી વગેરે સાથે તમે ડ્રાય ફ્રૂટ સાથે પણ લઇ શકો છો.