ગરમીમાં લીંબુ એ શરબત માટેજ નહિ પરંતુ વાળના સ્વાસ્થ્યમાટે પણ ખુબ ઉપીયોગી બની રહે છે.
શું તમે અવનવા હેરઓઇલ, શેમ્પુ, હેરમાસ્ક વગેરેને વાપરી થાક્યા છો? છતાં પણ હેરને સબંધિત ફરિયાદો ચાલુ જ રહે છે, તો તેના માટે એક એવા ઘરગથ્થુ ઉપાય વિશે વાત કરીશુ જે ખુબ જ સરળ છે, સાથે અસરકાર પણ છે. જે તમારા વાળના ગ્રોથને વધારવામાં મદદ કરશે અને વાળને લગતી નાની મોટી દરેક સમસ્યામાંથી છુટકારો આપશે.
આપણે વાત કરીએ છીએ લીંબુના રસ વિશે.જે વાળનો ગ્રોથ વધારવામાં મદદરૂપ છે, આપણે બધા જાણીએ છીએ લીંબુનો રસ અનેક ગુણોથી ભરપૂર છે, જેમકે સાઇટ્રિક એસિડ,પોટેશિયમ ,ફોસ્ફરસ, આયર્ન ,કેલ્શ્યિમ, એસ્કોર્બિક એસિડ, લેમોનેન ,વિવિધ ફ્લેવોનોઈડ આ બધા તત્વો વાળના ગ્રોથ માટે ઉપયોગી છે. જે ખરતા વાળ ,સ્પ્લિટહેર,ડેન્ડ્રફ ,ઓઈલી સ્કલ્પ વગેરે સમસ્યાને દૂર કરવા માટે પણ આવશ્યક છે.
લીંબુના રસનો ઉપયોગ કેવી રીતે કરશો?
- જો તમારા પાસે સમયનો અભાવ હોઈ ત્યારે તમે 1/4કપ જેટલો લીંબુનો રસ શેમ્પુ કર્યા બાદ વાળમાં લગાવો ને 1 થી ૨ મિનિટ હળવા હાથે મસાજ કરીને પાણીથી સાફ કરી લેવું.
- એલોવેરાના પલ્પની સાથે 1/2કપ લીંબુનો રસ ઉમેરીને વાળમાં 10 મિનિટ સુધી લગાવીને સાફ કરી લેવું, તે હેર માટે બેસ્ટ એન્ટીઓક્સિડેન્ટ સાબિત થાય છે અને સ્પ્લિટ હેરને, તૂટતાં વાળને અટકાવે છે.
- કેસ્ટર ઓઇલ અને લીંબુના રસનું મિશ્રણ ડેન્ડ્રફ અને અન્ય હેર ઇન્ફેકશન દૂર કરવા માટે ખુબ જ પ્રચલિત છે. ઉપરાંત બંને હેરગ્રોથ વધારવા માટે પણ અસરકારક કામગીરી કરે છે.
- લીંબુના રસની સાથે હની મિક્સ કરી અઠવાડિયામાં 2 વાર લાગવાથી વધારાનું ઓઇલ દૂર કરે છે સાથે જ વાળને મજબૂત અને ચમકીલા બનાવે છે. બંનેનું પ્રમાણ તમે તમારા હેરગ્રોથ મુજબ લઇ શકો છો.
સાવચેતી
લીંબુનો રસ લગાવ્યા બાદ યોગ્ય રીતે પાણી અથવા તો શેમ્પુ વડે સાફ કરવું જરૂરી છે નહીં તો માથામાં ખજવાળ અને બળતરા થઈ શકે છે, જો તમારા વાળ ખુબ જ શુષ્ક હોય તો લીંબુનો રસ લગાવો ટાળવો.
આપણે ઘણી બધી અલગ અલગ રીતે લીબુના રસને લગાવી શકીએ છીએ. જેમકે હેરમાસ્ક, સિરમ અને સાથે સાથે ઓલિવ ઓઇલ ,કેસ્ટર ઓઇલ ,કોકોનટ ઓઇલ ,હની ,એલોવેરા વગેરે સાથે ઉપયોગ કરી શકીએ છીએ. જે સરળતાથી ઘરમાં ઉપલબ્ધ હોય છે.