આજકાલ યુવકોમાં બીયર્ડનો ક્રેઝ વધ્યો છે. બીયર્ડ પાછળ યંગસ્ટર્સ ખૂબ ખર્ચો કરતા હોય છે. એક છોકરી જેમ પાર્લરમાં જઇને પોતાની બ્યૂટી પાછળ ખર્ચો કરે છે, તેવી જ રીતે છોકરાઓ પોતાની બિયર્ડને શેપ આપવા માટે તથા તેને કાળી અને ભરાવદાર રાખવા માટે ખૂબ ખર્ચો કરે છે. તેઓ પોતાના ભણતર પાછળ પણ આટલા સભાન નહી હોય જેટલા બિયર્ડ પાછળ હોય છે.
બિયર્ડ લૂકને આટલો ચર્ચામાં લાવવા માટેનો શ્રેય ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીને જાય છે. આમ જોવા જઇએ તો, વિરાટ પહેલા કોઇ ખાસ બિયર્ડ પાછળ ગાંડુ નહોતું. વિરાટનો બિયર્ડ લૂક એટલો ફેમસ થયો કે આખા દેશમાં છોકરાઓ બિયર્ડ રાખતા થઇ ગયા. વિરાટની બિયર્ડ સિવાય તેના ફેશનને પણ ફોલો કરવા લાગ્યા છે.
હાલમાં જ કે.એલ.રાહુલે એક વિડીયો શેર કર્યો છે. જેમાં વિરાટના દાઢીનો વાળ લઇને એક માણસ જઇ રહ્યો છે. એટલે કે વિરાટ તેની બિયર્ડનું ઇન્શ્યોરન્સ કરાવી રહ્યો છે. આજ સુધી તમે મકાન, સાધન, હેલ્થ એવી ઘણી ચીજનું ઇન્શ્યોરન્સ કરાવ્યાનું સાંભળ્યુ હશે, પરંતુ પહેલી વાર કોઇએ તેની બિયર્ડનું ઇન્શ્યોરન્સ કરાવ્યુ છે. હવે યુવાપેઢી પણ તેની બિયર્ડનું ઇન્શ્યોરન્સ કરાવે તો નવાઇ નહી.