લગાગાગા /4
સતત વ્હેતી રહું છું હું,
સમય ની ધારમાં છાની.
દરદ સ્હેતી રહું છું હું,
સમયની ધારમાં છાની.
ભગાવે છે, દમાવે છે,
છતાં થોભું જ ક્યાં થાકે?
મમત જોડી રહું છું હું,
સમયની ધારમાં છાની.
કરમ કરતી રહું હામે,
પકડમાં આવતો ક્યાં એ?
ભરમ ખોડી રહું છું હું,
સમયની ધારમાં છાની.
સમયથી શું મળે જગતે,
અટકચાળો કરે રગતે,
હરખ શોધી રહું છું હું,
સમયની ધારમાં છાની.
દિવસ રાતે ગળાવી ને
ઠરે છે કોકિલા અંન્તે
સમય બોધી રહું છું હું,
સમયની ધારમાં છાની.
કોકિલા રાજગોર