કોઈના મર્યા બાદ શું તેને ફરી જીવતો કરી શકાય છે? આ સાંભળ્યા બાદ અંધવિશ્વાસ અથવા સાયન્સ ફિક્શન (Science Fiction) જેવું લાગી શકે છે, પરંતુ રશિયા (Russia) ટ્રાન્સહ્યુમનિસ્ટ અને લાઇફ એક્સટેંશનિસ્ટ અલેક્સેઈ તરચિન ટેકનોલોજીની મદદથી આવું શક્ય થવાનો દાવો કરે છે. ડાયસન સ્ફીયર (Dyson sphere) એ મેગાસ્ટ્રક્ચર છે જેની મદદથી સુપરઇન્ટેલિજન્સ આર્ટિફિશિયલ એજેન્ટ કોઈ વ્યક્તિના ખાનગી ડેટાના આધાર પર તેની ડિઝિટલ કૉપી તૈયાર કરશે. તરચિન 2014થી આ ઇમ્મોર્ટેલિટી રોડમેપ પર કામ કરી રહ્યા છે. તરચિને હાલમાં જ એક પેપરમાં આની સંપૂર્ણ રીત બતાવી છે.
તરચિન પોતાના દરેક સપના, દરેક વાતચીત અને રોજના અનુભવોને ડૉક્યુમેન્ટ કરી રહ્યા છે. અહીં સુધી કે તેઓ પોતાના વ્યક્તિગત વિચારો અને વિચારધારાને પણ સ્વીકાર કરે છે. સુપરઇન્ટેલિજન્ટ AIને આગળ કામ કરવા માટે આવી રીતે ખબર હોવી જોઇએ જેનાથી કોઈ વ્યક્તિએ પોતાનું જીવન જીવ્યું હતુ, ત્યારે તે એ માણસ જેવો બની શકશે. એકવાર ડિઝિટલ કૉપી બન્યા બાદ શરીર બનાવવું પણ શક્ય થઈ શકશે. DNA સંરચનાની મદદથી ક્લોનિંગ કરી શકાશે અને ડિઝિટલ કૉપીની મદદથી તેને માણસ જેવો બનાવવામાં આવશે. જો કે આ સંપૂર્ણ પ્રક્રિયા માટે જેટલી ઊર્જા હોવી જોઇએ તે ધરતીથી મળવી મુશ્કેલ છે. અહીં કામ આવશે ડાયસન સ્ફીયર.
દિવંગત ફિઝિસિસ્ટ ફ્રીમન ડાયસને 1960માં આ કૉન્સેપ્ટ આપ્યો હતો. આમાં તેમણે એવા કાલ્પનિક શેલ વિશે વાત કરી હતી જે સૂરજને ઘેરે છે. આ સૂરજથી નીકળનારી 400 સેપ્ટિલસિયન વૉટ્સ પર સેકન્ડની ઊર્જાનો ઉપયોગ કરશે. આ અલગ-અલગ કક્ષામાં ફરી રહેલી અનેક સેટેલાઇટથી બનશે. આ સૌથી મોટો પડકાર પણ છે. આટલું મોટું વિશાળ માળખું બનાવવું અત્યારે શક્ય નથી લાગી રહ્યું. ઑક્સફોર્ડ યૂનિવર્સિટીના ફ્યૂચર ઑફ હ્યૂમેનિટ ઇન્સ્ટિટ્યુટમાં રિસર્ચર સ્ટુઅર્ટ આર્મસ્ટ્રોન્ગનું કહેવું છે કે સૂરજને ઢાંકતા આવું કંઇ બનાવવું પ્રેક્ટિકલ નથી.
તરચિનનું કહેવું છે કે ડાયસન સ્ફીયર અત્યારે બનાવવું મુશ્કેલ છે, પરંતુ નૈનોરોબોટથી આને કરી શકાશે. તેમનું કહેવું છે કે આ રોબોટ કોઈ ગ્રહથી લોખંડ અને ઑક્સિજનનું ખનન શરૂ કરી શકે છે અને તેનો ઉપયોગ સૂરજની આસપાસ હીમાટાઇટની સપાટી બનાવવા માટે કરી શકે છે. જો કે તેમ છતા એક્સપર્ટ્સનું માનવું છે કે ક્લોનિંગની માફક જ માણસના જેવી જ ડિઝિટલ કૉપી બનાવવી મુશ્કેલ છે. સમયની સાથે નવા અનુભવોના આધાર પર તે અલગ માણસ બની શકે છે. એટલું જ નહીં, સૂરજ અથવા કોઈ બીજા તારાની આસપાસ આ ઘેરો બનાવવો ફક્ત ત્યારે સફળ હશે જ્યાં સુધી તારો જીવિત છે. તેના મરવાની સાથે જ ઊર્જાનો આ સ્ત્રોત પણ ખત્મ થઈ જશે.
VR Sunil Gohil


















































