“આપણું છાપું વેચાતું ઓછું કેમ થઈ ગયું છે? લોકો સકારાત્મક ક્યારથી થવા લાગ્યા? પકીયા, રાકલા, દેવલા, અજ્યા વિચાર કાંઈક. તમે તો મારા નકારાત્મકતા ફેલાવવાના એક્કા છો એક્કા.” બોસ એ આપાતકાલીન મીટીંગ બોલાવી.
“બેબી… ઓ… બેબી ગઢ જીત્યા પણ ઘર હારી ગયાં. આ સમાચાર કેવાં છે?” અજ્યા એ પુછયું.
“સવારથી એ જ હાલે છે હવે તો બેબી ને બાબાએ પણ ટ્વીટ કરી અભિનંદન આપી દીધા. નવું લાવો કાંઈક.”
બોસનો ફોન રણકયો,
બોસની પત્નિ ફોન પર હતા, “સાંભળો, રતનપોળ વાળા મામાજી કોરોનામાં ગયા તો એનો એક શ્રદ્ધાજંલી વાળો ફોટો બનાવીને મને વોટ્સેપ કરો ને, મારે ઓમ શાંતિ લખીને એમની આત્માને શાંતિ મળે એ માટે શેર કરવું છે.”
“તું ફોન મુક જલ્દી મારે મીલીયન ડોલર આઈડિયા મળી ગયો.
પકીયા, રાકલા, દેવલા, અજ્યા, ફટાફટ એક એડ બનાવો અને બધે વાઇરલ કરો, સો રૂપિયામાં દસ શ્રદ્ધાજંલી કલર ફોટા અને એક સુવિચાર સાથે.” બોસએ એની ડાઢી પર હાથ ફેરવતા ફેરવતા ગર્વથી કહ્યુ.
સુનિલ ગોહિલ “માસ્તર”


















































