કોરોનાની નવી લહેરમાં ઘણી વખત એવા અહેવાલો પ્રકાશમાં આવ્યું સંક્રમણની જાણ આરટી-પીસીઆર(RT-PCR) ટેસ્ટમાં નથી થતી. ત્યારે દર્દીઓએ સિટી સ્કેન (CT-SCAN) કરાવવું પડે છે. પરંતુ હવે એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયા(Dr. Randeep Guleria)એ ચેતવણી આપી છે કે સિટી સ્કેનનો વિચારપૂર્વક ઉપયોગ કરવો જોઇએ. તેમણે સોમવારે આરોગ્ય મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે સીટી સ્કેન ત્રણસો છાતીના એક્સ-રે સમાન છે, તે ખૂબ નુકસાનકારક છે.
ગુલેરિયાએ કહ્યું કે, ઘરના આઈસોલેશનમાં રહેતા લોકો તેમના ડોક્ટરનો સંપર્ક કરતા રહે. સેચુરેશન 93 અથવા તેનાથી ઓછી થઈ રહી હોય, બેહોસી જેવી પરિસ્થિતિ હોય, છાતીમાં દુખાવો થઈ રહ્યો હોય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો.
આરોગ્ય મંત્રાલયની પરિષદમાં કહેવામાં આવ્યું છે કે, વધુ અસરગ્રસ્ત રાજ્યો સિવાય કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. આ રાજ્યો છે આંધ્ર પ્રદેશ, આસામ, બિહાર, ચંદીગઢ, હરિયાણા, કર્ણાટક, કેરળ, હિમાચલ પ્રદેશ, મણિપુર અને મેઘાલય.
મંત્રાલયે એ પણ માહિતી આપી છે કે, રિકવરી રેટમાં પણ સુધારો થઈ રહ્યો છે. 2 મેના રોજ દર 78 ટકા હતો, જે 3 મેના રોજ 82 ટકા પર પહોંચી ગયો. આ પ્રારંભિક સકારાત્મક વસ્તુઓ છે જેના પર આપણે સતત કામ કરવું પડશે. દિલ્હી અને મધ્યપ્રદેશમાં નવા કેસની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મંત્રાલયે કહ્યું છે કે જો આપણે આખા દેશના કોરોના મૃત્યુ દર પર નજર કરીએ તો તે લગભગ 1.10 ટકા છે.
VR Sunil Gohil


















































