જેને ભૂલવા માંગુ છું તેને કોઈ યાદ કરાવે છે
અંધારું થયું તો હવે પ્રકાશ યાદ કરાવે છે
મનમાં છે હજી પ્રેમ પણ કોશિશ હવે ના પડાવે છે
શબ્દો ખૂટે પ્રેમ વિશે લખતા પ્રેમ હજી પ્રેમ કરાવે છે
જેને ભૂલવા માંગુ છું તેને…..
શરમ હતી પહેલા હવે તો જીંદગી મોજ કરાવે છે
બાળપણમાં સાથે હતા અને જવાની છૂટા પડાવે છે
સમય ક્યારેક બાળપણની તો ક્યારેક જવાનીની રમત કરાવે છે
જેને ભૂલવા માંગુ છું તેને…
વરસાદ આવ્યો એટલે તે પેલી કાળી ટોપી યાદ કરાવે છે
જે થઇ ગયું તે થઈ ગયું તો પણ પાછા સપના રાતે સતાવે છે
સમય ચાલાક હતો જે બીજા દ્વારા ભૂલી ગયેલું યાદ કરાવે છે
જેને ભૂલવા માંગુ છું તેને…
હું કોઈને કહેતો નથી પણ આ બે બહેનો પોતાની ખબર લેવડાવે છે
આંખોના આંસુ અને હોઠો નું ચૂપ, દગો આપ્યાની નિશાની બતાવે છે
બધી કોશિશ કરી થાક્યો આ rajdip હવે કોશિશ હરાવે છે
ચાર આંખોનો હતો વિચાર, રહેવા દો હવે આ બે બહેનો જ બધું બતાવે છે
જેને ભૂલવા માંગુ છું તેને
~ રાજદીપ ડી