આઈપીએલ 2021 (IPL 2021)ના બાયો બબલ(Bio Bubble)માં કોરોનાવાયરસ પ્રવેશ્યા બાદ ટૂર્નામેન્ટને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે. બીસીસીઆઈ માટે આ નિર્ણય એટલો સરળ નથી. આઈપીએલ મુલતવી રાખવાના કારણે બીસીસીઆઈને બ્રોડકાસ્ટ અને સ્પોન્સરશિપના પૈસામાં 2 હજાર કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થઈ શકે છે. છેલ્લા કેટલાક દિવસોમાં નવી દિલ્હી અને અમદાવાદમાં ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફમાં કોરોના વાયરસના અનેક કેસ નોંધાયા બાદ બીસીસીઆઈને આઈપીએલ મુલતવી રાખવાની ફરજ પડી હતી.
બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે પીટીઆઈને જણાવ્યું હતું કે, આ સિઝન મધ્યમાં મુલતવી રાખવાથી અમને રૂ. 2000 થી 2500 કરોડનું નુકસાન થઈ શકે છે. હું કહીશ કે 2200 કરોડની રકમ વધુ સચોટ હશે.
52 દિવસીય 60-મેચની આ ટૂર્નામેન્ટ 30 મેના રોજ અમદાવાદમાં સમાપ્ત થવાની હતી. જો કે ફક્ત 24 દિવસ માટે જ ક્રિકેટ રમવામાં આવી અને આ સમયગાળા દરમિયાન 29 મેચ બાદ કોરોનાવાયરસને કારણે ટૂર્નામેન્ટ મુલતવી રાખવી પડી હતી. બીસીસીઆઈને સૌથી વધુ નુકસાન ટુર્નામેન્ટના બ્રોડકાસ્ટિંગ ઓફિસર પાસેથી સ્ટાર સ્પોર્ટ્સથી પ્રાપ્ત થયેલી રકમનું થશે. સ્ટારના 5 વર્ષના કરારની કિંમત 16 હજાર 347 કરોડ રૂપિયા છે, જે દર વર્ષે 3 હજાર 269 કરોડથી વધુ છે. જો કોઈ સીઝનમાં 60 મેચ હોય તો દરેક મેચની રકમ લગભગ 54 કરોડ 50 લાખ રૂપિયા રહે છે.
જો સ્ટાર દરેક મેચ પ્રમાણે ચૂકવણી કરે છે, તો 29 મેચની રકમ લગભગ 1580 કરોડ રૂપિયા છે. આવી સ્થિતિમાં બોર્ડને 1690 કરોડનું નુકસાન થશે. તેવી જ રીતે, મોબાઇલ ઉત્પાદક વિવો ટુર્નામેન્ટના ટાઇટલ સ્પોન્સર તરીકે દર સીઝનમાં 440 કરોડ રૂપિયા ચૂકવે છે અને ટૂર્નામેન્ટ મુલતવી હોવાને કારણે, બીસીસીઆઈને અડધાથી ઓછી રકમ મળવાની ધારણા છે. આઈપીએલ મુલતવી રાખવાના કારણે બીસીસીઆઈને વધુ નુકસાન સહન કરવું પડશે. અનએકેડેમી, ડ્રીમ 11, સીરેડ, અપ સ્ટોક્સ અને ટાટા મોટર્સ જેવી પેટાકંપની સ્પોન્સર કંપનીઓ છે, જેમાંથી પ્રત્યેક સીઝનમાં રૂ. 120 કરોડ ચૂકવે છે.
અધિકારીએ કહ્યું કે, બધી ચુકવણીઓ અડધા કે કંઇક ઓછી થવી જોઈએ અને તમને લગભગ 2200 કરોડનું નુકસાન થશે. ખરેખર નુકસાન આ કરતા ઘણું વધારે હોઈ શકે, પરંતુ સિઝનનું આ અંદાજિત નુકસાન છે. આ નુકસાનથી સેન્ટ્રલ રેવન્યુ પૂલ (બીસીસીઆઈ કે જે આઠ ફ્રેન્ચાઇઝીઓને નાણાં વહેંચે છે) ની રકમ પણ લગભગ અડધાથી ઘટાડશે.
જોકે અધિકારીએ એ નથી જણાવ્યું કે ટૂર્નામેન્ટ સ્થગિત થવાને કારણે દરેક ફ્રેન્ચાઇઝીને કેટલું નુકસાન થશે. ખેલાડીઓને અમુપાતના બદલે સમય પ્રમાણે રકમ ચૂકવવામાં આવશે. જો ખેલાડીએ પોતાને ટુર્નામેન્ટ માટે ઉપલબ્ધ રાખ્યો છે, તો પછી પગાર અનુપાત અનુસાર થશે.
VR Sunil Gohil


















































