ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલે તૈયા કરેલી દાયકાની T20 ટીમ સામે પાકિસ્તાના સિનિયર અને પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે વાંધો ઊઠાવ્યો છે. આ ટીમને લઈને તેઓ ખૂબ નારાજ છે. શોબેએ આ વિષય પર પોતાના વિચાર સ્પષ્ટ કરતા કહ્યું હતું કે, આ કોઈ વર્લ્ડ ક્રિકેટ નથી પણ IPLની ટીમ તૈયાર કરી છે. આ ટીમમાં પાકિસ્તાનના કોઈ ખેલાડીને સ્થાન આપવામાં આવ્યું નથી.
ICCએ રવિવારે ડેકેટ T20 માટે એક ટીમની પસંદગી કરી હતી. જેમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને કેપ્ટન બનાવવામાં આવ્યા છે.આ સિવાય અન્ય ચાર ભારતીય ખેલાડીઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. જોકે, આ ટીમમાં પાકિસ્તાનના કોઈ ખેલાડીને સ્થાન આપવામાં આવ્યું નથી. શોએબ અખ્તરે આ મુદ્દે તૈયાર કરવામાં આવેલી ટીમ સામે સવાલ ઊઠાવ્યા છે. આ સાથે T20 ક્રિકેટમાં બેસ્ટ ગણાતા બેટ્સમેન બાબર આઝમનું ટીમમાં કોઈ સિલેક્શન ન થતા નારાજગી પણ વ્યક્ત કરી છે. પૂર્વ ફાસ્ટ બોલરે કહ્યું હતું કે, મને એવું લાગે છે કે, ICC ભૂલી ગયું છે કે, પાકિસ્તાન પણ ICCનું એક સભ્ય રાષ્ટ્ર છે. એ પણ T20 ક્રિકેટ રમે છે. તેમણે બાબર આઝમની પસંદગી ન કરી. જે હાલના સમયમાં T20 રેન્કમાં પ્રથમ ક્રમનો ખેલાડી છે. પાકિસ્તાનની ટીમમાંથી એક પણ ખેલાડીની પસંદગી તેમણે કરી નથી. અમારે દશકની T20 ટીમ નથી જોઈતી. કારણ કે, તમે આ IPL ટીમનું એલાન કર્યું છે. કોઈ વર્લ્ડ ક્રિકેટ ટીમનું નહીં. આ ટીમમાં ભારતીય બેટ્સમેન રોહિત શર્મા અને વેસ્ટ ઈન્ડિઝના ખેલાડી ક્રિસ ગેલની પસંદગી કરવામાં આવી છે. જ્યારે ત્રીજા ક્રમે ઓસ્ટ્રેલિયાના હાલના કેપ્ટન એરોન ફિંચની પસંદગી કરવામાં આવી છે.
જ્યારે પ્લેઈંગ 11માં ચોથા ક્રમે ભારતીય ક્રિકેટ ટીમના હાલના કેપ્ટન વિરાટ કોહલીની પસંદગી કરવામાં આવી છે. આ ટીમમાં પસંદ થયેલા ધુરંધર બેટ્સમેનની વાત કરવામાં આવે તો સાઉથ આફ્રિકાના એબી ડિવિલિયર્સ, ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલ અને વેસ્ટ ઈન્ડિઝના કાયરન પોલાર્ડનો સમાવેશ થાય છે. જ્યારે બોલર્સની વાત કરવામં આવે તો જસપ્રીત બુમરાહ, લસિથ મલિંગા તથા રાશીદ ખાનનો સમાવેશ કરાયો છે. જોકે, અખ્તરે કરેલા આ સવાલને લઈને ICCએ કોઈ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી.


















































