ચાણક્ય પોતાના ગ્રંથ “ચાણક્ય નીતિ”માં ધન, પ્રેમ, સમાજ વિશે માહિતી આપે છે અને ઘણું શીખડાવે છે. તેમના આ જ ગ્રંથમાં આ સવાલનો જવાબ પણ રહેલો છે. ચાલો તે આપણે જાણીએ.
ચાણક્ય કહે છે કે જેમ નોકરને એક કામમાં નિયુક્ત કરશું તો જ આપણને ખબર પડશે જે તે યોગ્ય છે કે નહીં, એ જ રીતે જ્યારે આપણી પાસે મુસીબત આવશે ત્યારે જ તમને ખબર પડશે કે કોણ તમને પ્રેમ કરે છે અને કોણ નહિ? તે તમારી નહિ પણ એ લોકોની પરીક્ષા કહેવાશે. તે જ રીતે જો તમે નિર્ધન થઈ જશો ત્યારે તમને ખબર પડશે કે તમારી પત્ની વાસ્તવિકમાં તમને પ્રેમ કરે છે કે તમારા ધનને?
તો જ્યારે પણ મુસીબત આવે ત્યારે એક વાર જરૂર જોવાનું કે કોણ તમને સાચો પ્રેમ કરે છે અને કોણ નથી કરતું?


















































