ઔષધિ તરીકે પીપળો…
ઔષધિ તરીકે પણ આ વૃક્ષનો ઉપયોગ થાય છે. આ વૃક્ષની છાલની રાખને પાણીમાં ઓગળી પીવાથી ઉલટી બંધ થાય છે. મધની સાથે પીપળાની છાલ ખાવાથી દમ મટાડે છે. ગુમડા થયા હોય તો પણ પીપળાના વૃક્ષની છાલ લગાડવામાં આવે છે. કુમળી સખાના રસથી હેડકી નો અંત આવે છે. ગુણમાં તે શીતળ અને પિતહર છે.
પીપળામાં અનેક સ્વાસ્થ્યવર્ધક ગુણ હોય છે. આ વૃક્ષ એકમાત્ર એવું વૃક્ષ છે જે આપણને 24 કલાક ઓક્સિજન આપે છે. પીપળાના પાનનો પ્રયોગ અનેક આયુર્વેદિક દવા બનાવવામાં થાય છે. પીપળાના વૃક્ષને આર્યુવેદમાં પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવ્યું છે અને આર્યુવેદ અનુસાર આ વૃક્ષના પાનનું સેવન કરવાથી ઘણાં પ્રકારના રોગ દૂર થાય છે.
આમ તો પીપળાના વૃક્ષના પાંદડામાં એની છાલમાં ઘણાં એવા તત્વો મળી આવે છે,જે ખૂબ ગુણકારી હોય છે.પીપળાના પાંદડાને ખાવાથી થતાં ફાયદા આ પ્રકારે છે –
ત્વચા માટે ગુણકારી
ત્વચા પર દાદર,ખુજલી હોવા પર આ પાંદડાનું સેવન કરો. પીપળાના વૃક્ષના પાંદડા ખાવાથી ત્વચાને લગતી ઘણી બીમારીઓને દૂર કરી શકાય છે. પાન ખાવા સિવાય તેનો ઉકાળો બનાવીને પણ પી શકાય છે.
જયારે ચહેરા પર ખીલ અથવા ફોલ્લી થઈ હોય ત્યારે તમે પીપળા ની છાલ ને ઘસી ને એના પર લગાવી લો એવું કરવાથી મોઢું એકદમ સાફ થઈ જશે.
શરદીને દૂર કરે
શરદી કે તાવ આવે ત્યારે તમે પીપળા ના થોડા પાન લઈને સુકવી દો જયારે તે સુકાય જાય ત્યારે પછી એને પીસી નાખો અને એમાં ખાંડ ઉમેરી દો.અને પછી પાણીની અંદર આ મિશ્રણ ને નાખી દો અને પાણી ને ઉકાળી ને ઉકાળો બનાવી લો. આ ઉકાળા ને પીવાથી શરદી જલ્દી મટી જશે. તમે ઈચ્છો તો એમ હળદર પણ મેળવી શકો છો.
શ્વાસ સંબંધિત બીમારીઓને દૂર કરે
પીપળા ના વૃક્ષ ની છાલ નું ચૂર્ણ ખાવાથી શ્વાસ ને લગતી બીમારી દૂર થઈ જશે.શ્વાસ સંબધિત બીમારી હોય ત્યારે પીપળા ના છાલ નું અંદર ના ભાગ નું ચૂર્ણ બનાવી સેવન કરી લો ચૂર્ણ ખાવાથી તમારી બીમારી દૂર થઈ જશે.
ચૂર્ણ બનાવવા માટે પીપળા ની છાલ ને છીણી ને ધોઈ નાખો સાફ કર્યા પછી તેને સુકાવા મૂકી દો જયારે તે સુકાય જાય તો,એને પીસી નાખો અને એક પાવડર તૈયાર કરો અને આ પાવડર નું રોજ સેવન કર
નસકોરીની બીમારીથી મળશે રાહત
ઘણીવાર ગરમીમાં લોકો ને નાક માંથી લોહી નીકળે છે નાક માંથી લોહી નીકળે ત્યારે તમે પીપળા ના તાજા પાન નો રસ કાઢી ને પછી આને નાક માં નાખો આ રસ ને નાક માં નાખવાથી લોહી નીકળતું બંધ થઇ જશે અને આમ ના કરવું હોય તો તમે તેની સ્મેલ પણ લઈ શકો છો. પીપળા ના પાન ને સૂંઘવાથી નસકોરીની સમસ્યા દૂર થઈ જશે.
તણાવ કરે દૂર
પીપળા ના પાન ને ખાવાથી તણાવ ની સમસ્યા પણ દૂર થઈ શકે છે. જે લોકો ને પણ તણાવ રહે છે એ લોકો એ રોજ એક પીપળા ના પાન ને ખાવું. આને ખાવાથી તણાવ દૂર થઈ જાય છે. પીપળા ના પાન માં એન્ટીઓક્સીડેન્ટ ભરપુર માત્રામાં મળી આવે છે અને આ તત્વ તણાવ દૂર કરવામાં સારું છે
શરીર યુવાન બની રહે
જે લોકો નિયમિત પીપળા ના પાન નું સેવન કરે છે,એ લોકો નું શરીર હંમેશા યુવાન રહે છે અને વધતી ઉંમર માં પણ એ ફિટ રહે છે માટે તમે પણ પીપળા ના પાન ને ખાઈ ને યુવાન અને ફિટ રહી શકો છો
વાગેલા ઘાને ભરે
વાગેલા ઘા ને દૂર કરવા પીપળા ના પાન ખૂબ જ ફાયદાકારક છે અને તેના પાન નો લેપ લગાવતા જ ઘા દૂર થઈ જશે.
આ ઉપરાંત હૃદયરોગ દૂર કરવામાં પણ પીપળાના પાન ખૂબ જ ફાયદાકારક પુરવાર થાય છે.
હૃદય રોગમાં લાભકારક
પીપળના 15 તાજા પાન લઈને એક ગ્લાસ પાણીમાં વ્યવસ્થિત રીતે ઉકાળો. પાણીને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તેનો ત્રીજો ભાગ જ બચે. હવે તેને ઠંડુ કરીને ગાળી લો. આ પ્રવાહીને ત્રણ ભાગમાં વહેંચી લો. સવારના ભાગમાં ત્રણ કલાક બાદ આ પ્રવાહી લો. આમ કરવાથી હૃદય સંબંધી રોગોનો ખતરો ઓછો થઈ જશે.
મજબૂત દાંત માટે
દાંતની મજબૂતી અને સફેદી માટે પીપળાના દાંતણનો ઉપયોગ કરવામાં આવે છે. પીપળાના દાતણથી દાંતનું દર્દ દૂર થાય છે. પીપળાની 10 ગ્રામ છાલ, 2 ગ્રામ કાળી મરીને બારીક પીસીને મંજન બનાવો. આ મંજનથી દાંત સાફ કરશો તો પણ દાંતની સમસ્યાઓમાં રાહત મળશે.
દમની બિમારીમાં રાહત માટે
દમના રોગીઓ માટે પીપળાનું વૃક્ષ એક દવાનું કામ કરે છે. આ માટે પીપળાના થડની છાલના અંદરના ભાગને કાઢી સૂકવી દો. તે સૂકાઈ જાય પછી તેનું બારીક ચૂર્ણ બનાવી લો અને દર્દીને આ ચૂર્ણ પાણી સાથે પાવ.
ઉધરસ-ખાંસીમાં રાહત માટે
બેવડી ઋતુ વખતે થતી શરદી, ખાંસી અને ઉધરસ દૂર કરવા માટે પીપળાના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રયોગ માટે પીપળાના 5 પાંદડાને દૂધ સાથે સારી રીતે ઉકાળી લો. તેમાં ખાંડ નાંખી સવાર-સાંજ પીઓ. ખાંસી-ઉધરસમાં આરામ મળશે.
આંખમાં પિયા ઓછા કરવા માટે
ઘણા લોકો સવારે ઊઠે ત્યારે તેમને આંખમાં ઘણા વધારે પિયા આવતા હોય છે. પીપળાના પાનનો રસ આંખમાં નાંખવાથી પિયા આવતા ઓછા થઈ જાય છે.


















































