શું હું વિશ કરું તેમને ફકત આ એક દિવસ,
જ્યારે તેમના થકી જ તો છે મારાં આ બધા દિવસ.
વાત્સલ્યનો સમંદર છે, ખોબલે સમાય ના!
આભનો એ તારલો, ખરે પણ વીખરાય ના!
આ શ્વાસની દોરી મળી મને જેમના થકી,
આ દુનિયા હું જોઈ શકી છું જેમના થકી.
ઓ પાપા, આઇ લવ યૂ, આઇ લવ યૂ इतना सारा।
ઓ પાપા, આઇ કૅન ફીલ યૂ, આઇ કૅન ફીલ યૂ इतना सारा।
જાણું છું તું સમજે મને પણ હું કદી ના સમજી શકું,
હોઠે સ્મિત છે હૈયે રુદન પણ હું ના નીરખી શકું!
મારાં સ્મિતની દઉં છું હવે સોગંદ તને,
કહી દે જે તારા મનમાં છે આજે મને.
ઓ પાપા, આઇ લવ યૂ, આઇ લવ યૂ इतना सारा।
ઓ પાપા, આઇ કૅન ફીલ યૂ, આઇ કૅન ફીલ યૂ इतना सारा।
આંગળી પકડી મારી જ્યારે પણ હું ડગમગી,
દુનિયા ખોટી ઠરી પણ મારો સાચો તું સહભાગી.
મારા કદમોના નિશાનોને હૈયે તે મઢાવી લીધા,
કાળજાનો કટકો કહી મારાં હર કટકાને જોડી દીધા!
ઓ પાપા, આઇ લવ યૂ, આઇ લવ યૂ इतना सारा।
ઓ પાપા, આઇ કૅન ફીલ યૂ, આઇ કૅન ફીલ યૂ इतना सारा।
આરતી રામાણી “એન્જલ”
Related