માર્કેટમાં શેમ્પુ વેચવા માટે હંમેશા સુંદર વાળ ધરાવતી મોડલજ હોય તેવું જરૂરી નથી પરંતુ અમુક કંપનીઓ ક્રિયેટીવીટીને પણ એટલુંજ મહત્વ આપે છે અને બનાવે છે કૈક એવું કે જે શેમ્પૂના હેતુ અને કોન્સેપટને યાદગાર રીતે રજુ કરી શકે !!
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર
કીટલી ને કાફેમાં છે ફેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર બંનેની પોતાની લ્હેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર અસલની કીટલી પર પ્યાલા રકાબી અને બેસવાને મૂડા ને પાટલી પાણી પીવાને કાજ મુકી હો બાજુમાં હોય નાનકડી ઢોચકી કે માટલી આખી ને અડધી હવે એની પણ અડધી તોય એવી મજા ન આવે ઘેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર કીટલી પર politics discuss થતું પણ ચૂસકીમાં પૂરો થાય ખેલ ચર્ચા પછી હાથ ખંખેરી ઊભા મુકી issue ને એના ઉકેલ કોઇ ગાંઠે ન બાંધે વેરઝેર , ઓ Bro મારા કીટલી ને...


















































