૧) આ કંઈ તારા બાપા નો બગીચો છે?
૨) ટાંચણી પડે તોય સંભળાય એટલી શાંતિ જોઈએ.
૩) હ્રશ્વ અને દિર્ઘમાં સમજ નથી પડતી?
૪) પ અને ય માં ફરક નથી દેખાતો?
૫) જેટલા છે એટલાં બધા સ સરખા?
૬) ઇ કયો પાછળ અવાજ કરે છે.ઉભો થાય જોય…
૭) કાલ તારા વાલીને લઈને આવજે નહીંતર બેસવા નહી દઉ.
૮) જે દિ’ આ ભણાવું છું એનો ઉપયોગ કરવાનો આવશે તે દિવસે હું બઉ યાદ આવીશ.
૯ ) આંય ભનવા આવો છ કે બાપાના પૈસા બગારવા……. લેસન ની કરી લાવે તેને પ્રિન્સીપાલ પાસે લઈ જવસ….. (પારસી ટીચર 😃)
૧૦) તું રોજ લેશન ની નોટ જ કેમ ભૂલી જા – કાલે નોટ વગર કલાસ માં આવતો નય.
૧૧) એઈ વ્યાસ… ક્લાસમાં આંબલી ને બોર ખાવા આવો છો???
૧૨) એય કલાકાર… સખણો બેસ.
૧૩) ડીસીપ્લીન જેવું કાંઈ છે જ નઈ ને.
૧૪) બળદિયા જેવો છે સાવ.
૧૫) પડી ખબર ?
૧૬) બાપા ના પૈસા બગાડે રાખો.
૧૭) નોટ ગૂમ થઈ ગઈ ? તુ કેમ ગૂમ ના થયો?
તમને યાદ હોય to… Happy Teachers Day❤