બાળ ઉછેર માટે દરેક વ્યક્તિ તમને જુદી જુદી સલાહો આપશે. સગા સંબંધીનું કહેવું કઈક અલગ હશે અને પડોશીઓનું કહેવુ કંઈક અલગ હશે…કોઈ મિત્ર એક સલાહ આપશે તો કોઈક મિત્ર તેનાથી વિપરિત જ સલાહ આપશે…તેવામાં માતા હંમેશા કન્ફ્યૂઝ રહે છે કે કરવુ શું? તેમાં પણ સૌથી મોટો પ્રશ્ન એ થાય કે નવજાત શિશુને કયા સમયે કેટલુ પાણી પીવડાવવું…..તો હવે તેની ચિંતા કરવાની જરૂર નથી. અહીં તમને એ તમામ માહિતી મળી રહેશે.
ઉનાળાની મોસમમાં પણ આપનું બાળક માતાનાં દૂધમાંથી પાણીની ઉણપ દૂર કરી લે છે. માતાનાં દૂધમાં 88 ટકા પાણી હોય છે કે જે આપનાં બાળક માટે બરાબર છે, પછી મોસમ ભલે કોઈ પણ હોય.
6 માસ કરતા નાના બાળકને પાણી આપવું તેને ઘણી રીતે નુકસાન પહોંચાડી શકે છે. તેની સૌથી મોટી અસર બાળકને પાણીનો નશો થવો અને પોષણ ન મળવો થઈ શકે છે, જ્યારે તેનું પેટ ભરેલું હશે, તો તે માતાનું દૂધ નહીં પીવે, કારણ કે ભૂખ તો લાગશે નહીં. ધ્યાન રાખો કે બાળકનું પેટ બહુ નાનુ હોય છે. તે માત્ર આપનાં દૂધથી ભરાઈ જશે. તેથી એ જાણવું જરૂરી છે કે નવજાત બાળકને દૂધ ક્યારે પીવડાવવું જોઇએ ?
નવજાત શિશુ
હાલ સ્તનનું દૂધ પુરતું છે. બાળકનાં જન્મનાં થોડાક દિવસોમાં માતાનાં સ્તનમાંથી કોલોસ્ટ્રમ (ગાઢું દૂધ) નિકળે છે. તે તેને હાઇડ્રેટેડ રાખવા માટે પુરતું છે.
આપ જેટલું દૂધ પીવડાવશો, તેટલું જ દૂધ ઉત્પન્ન થશે. તેનાથી બાળકને પાણી પણ વધુ મળશે.
1 દિવસથી ત્રણ મહિના
બાળકોને જન્મનાં 3 માસ સુધી પાણી ન આપવું જોઇએ. વધુ પાણી પીવાથી ઓરલ વૉટર ઇંટોક્સિકેશન થઈ શકે છે અને તે બાળકનાં મગજ અને હાર્ટને નુકસાન પહોંચાડી શકે છે. વધુ પાણીથી બાળકનું પેટ પણ ભરાઈ જશે અને તે દૂધ નહીં પીવે.
4થી 6 મહિના
આ સમયે સ્તનનાં દૂધથી તેની પૂર્તિ થઈ જશે. દૂધથી પોષણ પણ મળી જાય છે, ભૂખ અને તરસ પણ મટી જાય છે. છતાં દૂધ પીતા બાળકને ઉનાળાનાં દિવસોમાં થોડુંક પાણી પીવડાવી શકાય છે.
6 મહિના કરતા મોટા
6 મહિના કરતા મોટા બાળકને દિવસમાં ઘણી વાર પાણી પીવડાવવું સારૂં છે. જ્યારે બાળક થોડુંક સૉલિડ ફૂડ લેવાનું શરૂ કરે છે, તો દૂધ અને પાણી સૉલિડ ફૂડ સાથે થોડુંક આપી શકાય છે, પરંતુ 6 મહિના સુધીનાં બાળકને સ્તનપાન કરાવવું યોગ્ય છે.
જ્યારે આપને જાણ થઈ ગઈ છે કે બાળકને પાણી ક્યારે પીવડાવવું, તો આ વાતોનું ધ્યાન રાખો. બાળકને વધુ પાણી પીવડાવવાથી દૂધ અને બૅબી ફૂડનું પોષણ બરાબર નહીં મળે. જ્યારે બાળકનું ફૂડ બનાવો, તો તેનાં પર લખેલા નિર્દેશો ધ્યાનથી વાંચો. જણાવેલી પાણીની માત્રા જ નાંખો.
માતાનું દૂધ જ સૌથી શ્રેષ્ઠ !
પ્રયત્ન કરો કે 6 માસ સુધી બાળક માત્ર માતાનું દૂધ જ પીવે. બાળકને સ્તનપાન ઓછું કરાવવાથી ડાયરિયા, ન્યુમોનિયા જેવી પ્રાણઘાતક બીમારીઓ બાળકને થઈ શકે છે.