આપણે જમવામાં કેટલો સમય પસાર કરીએ છીએ? શું તે સમય દરમ્યાન આપણે યોગ્ય રીતે ખોરાકને ખાઈ શકીએ છે? જવાબ છે ના. મોટાભાગના લોકો ફાસ્ટફૂડ અને જંકફૂડ ખાવામાં, મિટિંગસ અટેન્ડ કરતા કરતા ખાતા હોઈએ છે અથવા તો ટીવી કે મોબાઈલમાં ધ્યાન રાખીને જમવાનું પસંદ કરતા હોઈએ છીએ. જે અયોગ્ય છે.
આપણે ઘણી વખત સાંભળ્યું છે કે ખોરાક સરખો ચાવીને ખાવો, એવું કેમ છે? જમતી વખતે ખોરાકને યોગ્ય રીતે ચાવીને જોઈએ, જે સ્વાસ્થ્ય માટે ખુબજ અનિવાર્ય છે.
શા માટે ખોરાક વ્યવસ્થિત ચાવવો જરૂરી છે :
1.સ્વસ્થ પાચન કરવામાં મદદરૂપ :
ચાવીને ખાવું એ પાચન ક્રિયાનું પ્રથમ પગથિયું છે. મોમમાં રહેલા પાચકરસની સાથે ખોરાક ભળીને સેહલાઈથી પચી જાય છે, જો આપણે યોગ્ય રીતે ખોરાકને ચાવીને નથી ખાતા એનો મતલબ કે અપણે પાચનક્રિયામાં અવરોધ કરીએ છીએ જેના લીધે અપચો ,ગેસ અને પાચનની અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
2.ખોરાકનું પૂરતું પોષણ મળે છે:
યોગ્ય રીતે ચાવીને ખાવાના લીધે ખોરાકમાં રહેલા પોષક તત્વો પેટને સેહલાયથી મળી શકે છે, આંતરડાને પણ ખોરાક પચાવવામાં સરળતા રહે છે જેના લીધે કબજિયાત,અપચો વગેરે જેવી સમસ્યા દૂર રહે છે.
3.વજન ઘટાડે છે :
પેટ પોતાનો સંદેશો મગજ સુધી પોહ્ચાડવા માટે ઓછામાં ઓછા 20 મિનિટ લે છે જયારે પેટ ફૂલ ભરાય જાય છે. જો તમે ખોરાક ચાવીને યોગ્ય રીતે આનંદ લેશો તો તમારા વજન ઘટાડવાના પ્રયાસોમાં પણ ફરક પડશે. અમુક એવા ફળો છે જેમ કે દાડમ ,સફરજન વગેરે જેને યોગ્ય રીતે ચાવીને ખાવાથી શરીરની સાથે સાથે દાંત અને ગમ્સને પણ મજબૂત બનાવે છે, ગમ્સના દુખાવામાં રાહત આપે છે અને પેટ માટેતો લાભકારી છે જ, માટે આપણે યોગ્ય રીતે ચાવીને ખાવાની ટેવ અપનાવી જોઈએ.