બે વાતોનો ખરચો કરીએ,,,
કોઇ પણ રીતે જલસો કરીએ…
નથી જવું તો ચિંતા છોડો,,,
જવું જ છે તો રસ્તો કરીએ…
ગફલત થઇ ને લપસ્યો એતો,,,
આવો એને બેઠો કરીએ…
પથ્થર થઇ બેઠી છે પીડા,,,
ચલ ભાંગીને ભુક્કો કરીએ…
ખૂબ મજાનો વિચાર આવ્યો,,,
આવ્યો છે તો વહેતો કરીએ…!!!
~ Kiransinh Chauhan