એક વૃદ્ધ સ્ત્રીએ પોતાની ચેક બુક બેન્કની કેશિયર સમક્ષ ધરીને કહ્યું, ” મારે રૂ. ૫૦૦ ઉપાડવા છે.”
ફરજ બજાવતી કેશિયરે કહ્યું, ”રૂ.૫૦૦૦ થી ઓછી રકમ માટે એ.ટી.એમ વાપરો.”
વૃદ્ધ સ્ત્રીએ પૂછયું, “કેમ ?”
બેંકની કેશિયર હવે છંછેડાઈ. તે બોલી, ” કેમ કે આ જ નિયમ છે. મહેરબાની કરીને જો હવે આપને બીજું કંઈ કામ ન હોય તો અહીંથી જઇ શકો છો,” આટલું કહી તેણે ચેકબુક વૃદ્ધ સ્ત્રીને પરત કરી.
વૃદ્ધ સ્ત્રી થોડી પળો માટે ચૂપ રહીને પેલી કર્મચારીને કહેવા લાગી, ” મારે મારાં ખાતાંમાંથી બધા જ પૈસા ઉપાડી લેવા છે.. શું તમે મને સહાય કરી શકો ? ”
જયારે કેશિયરે વૃદ્ધ સ્ત્રીના ખાતા માં ની રકમ જોઈ તો તે અચંબો પામી ગઈ. થોડું ઝૂકી, માંથુ ધુણાવી તેણે કહ્યું,” માફ કરશો બા, પણ તમારા ખાતામાં તો સાડા ત્રણ કરોડ રૂપિયા છે ! અને હાલ બેંક તમને તમારા પૈસા આપી શકે તેટલું બેલેન્સ નથી. શું તમે કાલે ફરી એક વાર જાણ કરીને આવી શકશો ?”
વૃદ્ધ સ્ત્રીએ કહ્યું, ” હાલ હું કેટલી રકમ ઉપાડી શકું તેમ છું ? ”
કેશિયરે જણાવ્યું ,” તમે ત્રણ લાખ સુધીની કોઈ પણ રકમ ઉપાડી શકોછો. ”
વૃદ્ધ સ્ત્રીએ કેશિયરને પોતે ત્રણ લાખ ઉપાડવા ઈચ્છે છે તેમ કહ્યું. કેશિયરે બને તેટલી જલ્દી રકમ ઉપાડી વૃદ્ધ સ્ત્રીને નમ્રતાપૂર્વક સોંપી. વૃદ્ધ સ્ત્રીએ એમાંથી ફક્ત રૂ.૫૦૦ પોતાની થેલીમાં મૂકીને બાકીના રૂ.૨,૯૯,૫૦૦ ફરી પોતાના ખાતામાં જમા કરવા કહ્યું. કેશિયર દિગ્મૂઢ બની ગઈ.
કહેવાનું તાત્પર્ય એ છે કે નીતિ નિયમોમાં ભલે ફેરફાર થઇ શકતો નથી પણ આપણે પરિસ્થિતિ અનુસાર અને માનવતા સહજ થોડી બાંધછોડ ચોક્કસ કરવી જોઈએ.
કોઈપણ માણસને તેના બાહ્ય દેખાવ કે પહેરવેશનાં આધારે મૂલવવો જોઈએ નહીં. ઉલટું દરેક સાથે સભ્યતાથી વર્તવું જોઈએ.
જેમ કોઈ પુસ્તક તેની ઉપરની છાપથી સમજી શકાતું નથી તેમ માણસને પણ તેની બાહ્ય રૂપરેખાથી કઈ પણ ધારી લેવો, એક ઉતાવળું અને ભૂલ ભરેલું પગલું બની શકે…
આવી રીતે “બાપા” ની હ્યાતી માં એને મોટા ભાગના સેવકો નહોતા સમજી શક્યા……..!!
સૌજન્ય – અમર કથાઓ
Related