“શ્રીતિજ ભાઈ, અમને તમારું અનાથ આશ્રમ ખુબ જ ગમ્યું. તમારી કામ કરવાની પદ્ધતિ એકદમ રિતસરની વ્યવસ્થિત છે”
અનાથ આશ્રમની મુલાકાત લેવા આવેલા લોકો એકદમ પ્રભાવિત થઈ ગયા અને સકારાત્મક ટિપ્પણી કરી. અનાથ આશ્રમના મેનેજર
શ્રીતિજ કુમારે સંતુષ્ટ ભરેલું સ્મિત કરતા જવાબ આપ્યો,
“તમારો ખૂબ ખૂબ આભાર, પણ આ તો મારી ફરજ છે, અને આ અનાથ બચ્ચાઓની દેખ રેખ કરવામાં મને સુખ અને આનંદ મળે
છે”
વિઝિટર્સ માંથી એક મહિલાએ શ્રીતિજ કુમારના હાથમાં એક મોટું પેકેટ અને એક પરબિડીયું આપતા કહ્યું,
“શ્રીતિજ ભાઈ, આ બચ્ચાઓ માટે કાંઈક ગેમ્સ અને મીઠાઈ, અને આ પરબિડીયાંમાં તમારા અનાથ આશ્રમ માટે પચ્ચીસ હજાર
રૂપિયાનો ચેક છે.”
શ્રીતિજે હાથ જોડીને નમન કરતા માથું નીચે કર્યું.
“તમારું દિલ બહુ મોટું છે. તમને આ અનાથ બચ્ચાઓની દુઆ લાગશે. તમારો ખૂબ ખૂબ આભાર.”
મુલાકાત લેવા આવેલા લોકો ગાડીમાં બેસીને જતા રહ્યા. એ હજુ ચૌરાહા સુધી નહીં પોહોંચ્યાં હોય, ત્યાં શ્રીતિજ ફર્યો અને પિયુનને
બુંમ પાડીને બોલાવ્યો.
“સૌથી પહેલા આ બધા જાનવરોના નવા કપડાં કાઢ અને જૂના પાછા પહેરાવ. અને આ ગેમ્સ અને મીઠાઈના ડબ્બા મારી કારમાં
મુકીદે.”
મીંઢું હસતાં, શ્રીતિજે પચ્ચીસ હજારના ચેકને ચુંબન કરતા શર્ટના ખીચામાં નાખી દીધો.
શમીમ મર્ચન્ટ


















































