Lock down ની અસર
શું અસર થઈ આ lock-down ની ? કેવી અસર જોવા મળી, સારી કે ખરાબ ? આ કોરોના મહામારીને ફેલાતી અટકાવવા lock-down કરવામાં આવ્યું જેના કારણે ખરેખર મોટા પ્રમાણમાં સારી અસર જોવા મળી રહી છે, ખરાબ અસર તો કંઈક અંશે મનુષ્ય પ્રવૃત્તિઓ અને એમની રીત-ભાતના કારણે થઈ હશે પણ એ ખૂબ ઓછા પ્રમાણમાં છે. હવે હું એ બંન્ને (સારી અને ખરાબ) અસરોને અલગ અલગ તારવીને એ બધું વર્ણન કરીશ અને અંતે તમારે પણ તમારા વિચારો કોમેન્ટ બોક્સમાં મુકવા કે તમને આ lock-down ના કારણે કઈ સારી કે ખરાબ અસર અનુભવી.
Lock-down ની સારી અસરો :
૧) ખરેખર સૌથી વધુ અને સારી અસર તો કુદરતને થઈ છે, જેવી કે પ્રદુષણ ખૂબ જ ઘટી ગયું અને તેના કારણે કુદરતમાં સ્વચ્છ હવામાં વધારો. ઓઝોન પડમાં ગાબડા પડ્યા હતા એમાં સુધારો અને વહેલી સવારની વહેતી હવામાં ઓઝોન વાયુનો વધારો,
૨) ઘણાં શહેરોમાં પ્રદુષણના કારણે વાતાવરણ એવું થઈ ગયું હતું કે જાણે આપણે કોઈ ફિલ્મમાં ધૂંધળું દ્રશ્ય જોતા હોઈએ એમ શહેરોના વિસ્તાર જોવા મળતા હતા જ્યારે હાલમાં એકદમ સ્વચ્છ અને આંખને ગમે તેવા આપણી ભાષામાં કહું તો HD+ Quality ના વિસ્તાર જોવા મળે છે,
૩) એક વાત જે મેં ખાસ ધ્યાનમાં લીધી છે એ ટાંકવાનો છું સાથોસાથ તમે પણ તમારી ધ્યાનમાંઆવેલી વાત નીચે કોમેન્ટ બોક્સમાં ટાંકી શકશો કે “માર્ચ મહિનાની ફાગણ સુદ પૂનમ એટલે કે ૦૯/૦૩/૨૦૨૦ ના રોજ ચંદ્રમા નો પ્રકાશ મે મહિનામાંઆવતી વૈશાખી પૂનમના તારીખ ૦૭/૦૫/૨૦૨૦ કરતા ઘણો ઝાંખો હતો, ૦૭/૦૫/૨૦૨૦ ના રોજ મેં ખાસ આ નોંધ્યું છે કે ચંદ્રમાની ચાંદની જેમ મોટો હેલોજન પ્રકાશ આપે એમ પ્રકાશતી હતી,
૪) કુદરતમાં એ lock-down ના કારણે ખુબ જ સારી અસર દેખાઈ રહી છે તેમ છતાં માનવજાત માટે પણ સારી અસર જોવા મળી રહી છે જેવીકે –
૫) ખાણી-પીણીમાં ખૂબ જ સુધારાત્મક પરીણામો,
૬) ખોટું વગર કારણનું ફરવાનું/રખડવાનું બંધ,
૭) પશુ-પંખીઓ ખુલ્લા મને વગર ડરે ફરતા-ઉડતા થયા,
૮) શાકભાજી , ફળ કે ખાણીપીણીનો ઉપયોગ સ્વચ્છ કરીને ધોઈને થવા માંડ્યો,
૯) લોકો ભીડ-ભાડ કરતા ઓછા થયા તેમજ એવી જગ્યાઓ ઓછી થઈ ગઈ,
Lock-down ની ખરાબ અસરો :
૧) શાકભાજીના વેચાણ પર પ્રતિબંધ, આ કંઈ ખરાબ અસરતો ના જ કહેવાય કેમકે શાકભાજીના વેપારીઓ કોરોના સંક્રમિત થયા હતા એટલે બધી શાકભાજી પર કદાચ અસર થઈ હોય એવું માનવામાં આવતા એ બંધ કરવામાં આવ્યું હતું પણ શાકભાજી તો જીવન માટે જરૂરી છે એટલે એના પર પ્રતિબંધ એ ખરાબ અસર હું ગણાવું છું,
૨) ઘણા બધા વેપારીઓના ધંધા-રોજગાર ભાંગી પડ્યા, વેપારીઓને નુકશાન તેમજ ત્યાં કામ કરતા મજુરો એના સિવાય રોજનું કમાઈ એમાંથી ખાવાનું ખાતા શ્રમજીવીઓ પર ખૂબ જ માઠી અસર,
૩) નાના બાળકોને છૂટથી રમવા ના મળે,
૪) ખેડૂતોને ખરાબ અસર થઈ છે કેમ કે ખેડૂતોના ખેતરોમાં પાકીને તૈયાર થયેલ પાક એ lock-down ના કારણે બંધ રહેલ માર્કેટના કારણે ખેડૂતોના ખેતરોમાં જ પડ્યો રહ્યો હતો,
૫) ઘણાં લોકો જે નોકરી કરવા બહાર શહેરોમાં ગયા એ પાછા વતન નથી પહોંચી શક્યા તેમજ જે લોકો પોતાને વતન પહોંચ્યા એમને આ lock-down ના કારણે જે આર્થિક તંગી સર્જાઈ છે કાતો સર્જાવાની છે એ કારણે નોકરી ગુમાવવાની સતત ચિંતા રહેલ છે,
૬) દુનિયાભરના દેશોમાં આર્થિક તંગી આવી પડી છે કાતો આવવાની શક્યતા છે કેમકે ધંધા-રોજગાર, આવકના સ્ત્રોત બંધ થઈ ગયા છે. દેશો બધા દેવાદાર બની ગયા છે,
૭) અત્યારના lock-down ના સમયમાં મોંઘવારી જેમ નડી રહી છે તો lock-down ખૂલ્યા પછી દેશભરમાં આર્થિક વ્યવસ્થા સરખી થાય એ માટે દરેક વસ્તુનો ભાવદર વધી જશે,
૮) આર્થિક પછાત થતા ઘણા લોકો પોતાનું જીવન ચલાવવા લૂંટ-ફાટ, ચોરી એવું કરતા થશે,
૯) ઘણા નોકરી કરતા વ્યક્તિ જે આ lock-down માં ઘરે આવ્યા છે એમની નોકરી જતી રહેવાની શક્યતા ખૂબ જ વધી ગઈ છે,
આમ તો આ Lock-down એ કોરોના વાયરસથી ઉભી થયેલ મહામારીને ફેલાતી અટકાવવા કરવામાં આવ્યું હતું, એના ઘણા સારા પરીણામો તો પ્રાપ્ત થયા જ છે પણ સાથોસાથ ખરાબ પરીણામ પણ આપણે મેળવ્યા છે, તો શું આપણે કોરોના મહામારીને ફેલાતી અટકાવી શકીશું ? આ લેખ લખે તો સમય વીતી ગયો તો આપણે જે પરીણામ મેળવ્યા એ જાણીએ જ છીયે તો શું આપણે હજી કોરોના મહામારીને ફેલાવતા અટકાવી નહીં શકીયે ? તો આનો જવાબ છે આપણે જ અટકાવી શકીશું એ આપણા જ હાથમાં છે. કોરોના વાયરસ ફેલાવાનું મુખ્ય કારણ છે લોકોનું એકબીજા સાથે મળવું, હવે તમને થશે મળ્યા વગર સંબંધો સચવાય ક્યાંથી ! તો જુઓ આ વાયરસ માણસથી માણસમાં ફેલાય છે. જો કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત છે એની ખબર તો આપણને જોઈને પડવાની નથી એવો વ્યક્તિ બીજા માણસના સંપર્કમાંઆવતા વાયરસ એમાં પ્રસરવાનો એમ એ ત્રીજાને મળતા ત્યાં પણ વાયરસ પગપેસારો કરવાનો આમ આ સંક્રમણ વધતું જાય છે. જો આપણે જ ઘરમાં રહીશું તો આ વાયરસ બીજે ફેલાતો કે આપણને લાગતો અટકી જશે, એમ કરતા રહીશું તો વધતું સંક્રમણ આપમેળે કાબૂ મેળવી લેશે. હાલમાં આ કોરોના ફેલાતો રોકવા પોલીસ, ડોક્ટર, હોસ્પિટલ સ્ટાફ એટલેકે કોરોના વૉરીયર્સ, એ બધા આપણે ઘરમાં જ safe રહીએ અને કોરોના વાયરસ ફેલાતો અટકે એ માટે સતત દોડતા રહે છે…
માટે ઘરમાં રહો સુરક્ષિત રહો…..તમને પણ આ Lock-down ના કારણે સારા-નરસા જે પણ અનુભવો થયા હોય એ નીચે કોમેન્ટ બોક્સમાં લખી મન હળવું કરી શકો છો….
– સંકેત વ્યાસ (ઈશારો)


















































