-એક વ્યક્તિ કે જે નિયમિતપણે
કુટુંબની સભાઓમાં ભાગ લેતો
હતો , તેણે અચાનક કોઈ પણ
કારણ વિના , ભાગ લેવાનું બંધ
કર્યું .
-થોડા અઠવાડિયા પછી , એક
ખૂબ જ ઠંડી રાતે , તે ગૃપના
એક વડીલે તેમની મુલાકાત
લેવાનું નક્કી કર્યું .
-તેમણે તેણે ઘરમાં એકલો ફાયર
પ્લેસની સામે બેઠેલો જોયો .ત્યાં
એક તેજસ્વી આગ સળગી રહી
હતી .
-તે માણસે વડીલનું સ્વાગત
કર્યુ .
-ત્યાં એકદમ નીરવ શાંતિ હતી .
બંને માણસો ફાયરપ્લેસમાં
સળગતા લાકડાઓમાંથી
નીકળતી જ્વાળાઓ જોઈ રહ્યા
હતા .
-થોડી મિનિટો પછી , વડીલે એક
પણ શબ્દ બોલ્યા વગર ,
સળગતા લાકડાઓમાંથી એક
સૌથી વધારે પ્રકાશ સાથે સળગી
રહેલ લાકડા ને પસંદ કરી ,
સાણસી વડે , સળગતા
લાકડાઓથી દુર મૂકી , પાછા
પોતાની જગ્યાએ બેસી ગયા .
યજમાન દરેક વસ્તુ પર ધ્યાન
આપી અને આકર્ષિત થઈને
જોઈ રહ્યા હતા .
-થોડા સમય પછી , દૂર મુકેલ
સળગતા લાકડાની આગ
બુઝાઈ ગઈ હતી . થોડા સમય
પહેલા જે ઝળહળતો તેજસ્વી
પ્રકાશ અને ગરમી આપતો
હતો , તે કાળા પડી ગયેલ
લાકડાંના ટુકડા સિવાય , કંઈ
ન હતો .
-થોડીવાર પછી , વડીલ શુભેચ્છા
પાઠવી , બહુ ઓછા શબ્દો
બોલ્યા ; અને જવા માટે તૈયારી
કરતાં પહેલાં , ઓલવાઈ ગયેલા
લાકડાના ટુકડાને લઈને , ફરીથી
આગની વચ્ચે મૂકી દીધો .
-તરત જ લાકડાનો ટુકડો , તેની
આસપાસના સળગતા કોલસાના
પ્રકાશ અને ગરમીથી પ્રજ્વલિત
થઈ ગયો .
-જ્યારે વડીલ પાછા જવા માટે
દરવાજે પહોંચ્યા , ત્યારે
યજમાને કહ્યું … :
‘”તમારી મુલાકાત માટે અને
તમારા સુંદર પાઠ બદલ ,
હું આભારી છું … હું જલ્દી
ગૃપમાં પાછો ફરીશ … ”
—–
*આપણા જીવનમાં ગૃપ કેમ
મહત્વપૂર્ણ છે … ?*
ખૂબ જ સરળ …
કારણ કે ,
*ગૃપના દરેક સભ્ય
બાકીનાઓમાંથી અગ્નિ અને
ગરમી લે છે .*
*સભ્યોને તે યાદ કરાવવું યોગ્ય
છે કે તેઓ જ્યોતનો ભાગ છે .*
*બધા એકબીજાની જ્યોત
પ્રકટાવવા માટે જવાબદાર
છીએ … અને …
*આપણે આપણી વચ્ચેના
સંગઠનને પ્રોત્સાહન આપવું
જોઈએ , જેથી આગ ખરેખર
મજબૂત, અસરકારક અને
સ્થાયી રહે …*
*આગને હંમેશા પ્રજ્વલિત
રાખો … …*
*ગૃપ એ પણ એક પરિવાર
જ છે … … …*
*આપણે બધાં અહીં મળવા,
શીખવા, વિચારોની આપલે
કરવા માટે અને આપણે એકલા
નથી તે જાણવા-માણવા ભેગા
થયા છીએ .*
તો ચાલો …
આ જ્યોતને જીવંત રાખીએ .
~ ડૉ. નંદકિશોર બાલકૃષ્ણ પરીખ


















































