કોરોનાકાળમાં લોકોએ ઘરેથી કામ કરવાની (વર્ક ફ્રોમ હોમ) અને વર્ચ્યુઅલ એજ્યુકેશન (ઓનલાઈન શિક્ષણ)ની નવી સામાન્ય પરિસ્થિતિ અપનાવી લીધી છે. જોકે, તેને કારણે પુખ્ત વયના લોકો અને બાળકો બંને ઓવર ઈટિંગ (અતિશય આહાર), સ્ટ્રેસ ઈટિંગ (તવાણની સ્થિતિમાં આહાર લેવો) અને વજન વધવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. કોરોનાના સમયમાં સારું સ્વાસ્થ્ય, આહાર અને મજબૂત રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ મહત્વના છે અને તેથી ઘરે સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવાનું મહત્વ વધી જાય છે.

ઓમરોન હેલ્થકેર ઈન્ડિયાના એમડી શ્રી મસાનૂરી માત્સુબારાએ જણાવ્યું હતું કે, ‘સ્થૂળતા સંબંધિત સમસ્યા જીવનશૈલી સંબંધિત બીમારીઓ સાથે ગાઢ રીતે સંકળાયેલી છે અને તે આપણી સ્વાસ્થ્ય સુવિધાઓ પર વ્યાપક બોજ વધારે છે. આ બાબત સંકેત આપે છે કે વ્યક્તિગત સ્તરે સ્વાસ્થ્ય બાબતો પર વિશેષ ધ્યાન આપવું એ વર્તમાન સમયની તાતી જરૂરિયાત છે. આપણામાંથી મોટાભાગના લોકોનું માનવું છે કે આપણું વજન આપણા આરોગ્યની સ્થિતિની અસરકારક્તા ચકાસવાનો મુખ્ય માપદંડ છે. જોકે,માત્ર એટલું જ પૂરતું નથી. બીએમઆઈ, વય, ફેટની ટકાવારી, મસલ માસ જેવા અન્ય સૂચકાંકો મારફત આપણા શરીરની અંદર શું જઈ રહ્યું છે તેનું નિરિક્ષણ કરવું પણ ઘણું મહત્વનું છે. વ્યક્તિ હવે પોતાના ઘરે જ આ બધા માપદંડો ચકાસી શકે છે. બોડી કોમ્પોઝિશન મોનિટર્સ જેવી મોનિટરિંગ ડિવાઈસીસથી આ શક્ય બન્યું છે.’
સ્થૂળતા બોડી માસ ઈન્ડેક્સ (બીએમઆઈ) મારફત નક્કી કરવામાં આવે છે. તે શરીરની ચરબીનો અંદાજ છે અને આરોગ્યના જોખમનો સારો સૂચકાંક છે. ભારતમાં 30 અથવા વધુના બીએમઆઈ દ્વારા નક્કી કરવામાં આવે છે અને 25-30 બીએમઆઈ વધુ પડતા વજનનો સંકેત આપે છે. શરીરની અંદર પેટની આજુબાજુની ચરબી પણ એક મહત્વનો સૂચકાંક છે. ઊંચો બીએમઆઈ અને પેટની ચરબી બંને હૃદયની સમસ્યા, બ્લડ પ્રેશર, શ્વાસ લેવામાં તકલીફ અને અન્ય સમસ્યાઓના જોખમના સંકેત આપે છે. આ સૂચકાંકો અને આ બાબતોનું સંચાલન કેવી રીતે કરવું તે અંગેની માહિતી વજન અને સ્વાસ્થ્યને વધુ અસરકારક બનાવે છે.
ઓમરોને બોડી કોમ્પોઝિશન મોનિટર્સ રજૂ કર્યા છે, જે વપરાશકાર માટે તેમના બીએમઆઈ, પેટની ચરબી, હાડકાના સ્નાયુ જેવી બાબતોને ગણતરીની સેકન્ડોમાં માપીને તેમના એકંદર સ્વાસ્થ્યની સમજ સરળ બનાવે છે. આ ડિવાઈસીસ એક વિશિષ્ટ અને ઉદ્યોગમાં વિશિષ્ટ પ્રકારની સૌપ્રથમ, જાપાનીસ ફોર પોઈન્ટ, આઠ સેન્સર આધારિત ફુલ પોડી સેન્સિંગ ટેક્નોલોજીથી સજ્જ છે અને તે મશીનમાંથી એકત્ર કરવામાં આવેલા ડેટાને સીધા જ ઓમરોન કનેક્ટ એપને મોકલવા બ્લુટૂથ કનેક્ટિવિટી પણ ઓફર કરે છે.


















































