સાઉથ આફ્રિકાના ઝડપી બોલર ડેલ સ્ટેન (Dale Steyn)એ આઇપીએલ (IPL)ને લઇ એક એવું નિવેદન આપ્યું છે કે, જેણે ભારતીય ક્રિકેટ પ્રશંસકોને ચોંકાવી દીધા છે. સ્ટેન એ ક્રિકેટ પાકિસ્તાનનાં યૂટ્યૂબ ચેનલ પર કહ્યું છે કે, આઇપીએલમાં ક્રિકેટ પર વધારે ધ્યાન આપવામાં આવતું નથી પરંતુ પૈસા પર તમામ લોકોનું ધ્યાન રહે છે. સ્ટેન એ પીએસએલને લઇ કહ્યું કે, અહિંયા ક્રિકેટ પર વધારે ધ્યાન આપવામાં આવે છે. પોતાના નિવેદનમાં સ્ટેન એ કહ્યું કે, જ્યારે તમે આઇપીએલ રમવા જાવ છો ત્યારે ત્યાં મોટા પ્રમાણમાં સ્કોવ્ડ હોય છે. મોટા નામ હોય છે ખેલાડીઓ હોય છે પરંતુ ધ્યાન માત્ર કમાણી પર હોય છે. જેથી ક્રિકેટ ભૂલાઇ જાય છે.’ ત્યાં જ તમે જો પીએસએલ અને લંકા પ્રીમિયર લીગમાં રમો છો તો અહિંયા સંપૂર્ણ ધ્યાન માત્ર ક્રેકિટ પર જ હોય છે.
હું પીએસએલમાં રમી રહ્યો છું અને ગણા સમયથી છું, લોકો મારા રૂમ સુધી આવે છે અને મારી સાથે માત્ર ક્રિકેટ પર જ ચર્ચા થાય છે. સ્ટેન એ આઇપીએલને લઇ કહ્યું કે, હું જ્યારે ત્યાં જાવ છું ત્યારે લોકો માત્ર એવું પૂંછે છે કે, તમને સિઝનમાં કેટલા પૈસા મળ્યા, ત્યાં ક્રિકેટને ભૂલાવી દેવામા આવે છે. હું આથી દૂર રહેવા માંગુ છું અને મારી રમત પર ધ્યાન આપવામાં માંગુ છું.
જણાવી દઇએ કે, સ્ટેન આ સિઝનમાં આઇપીએલથી પોતે અલગ થઇ ગયો છે. તેણે આ વિશે પણ વાત કરી અને કહ્યું કે, તે થોડા સમય માટે આઇપીએલથી દૂર રહેવા માંગે છે. માટે તેણે આઇપીએલ જેવી મોટી ટૂર્નામેન્ટથી બ્રેક લીધો છે. સ્ટેન એ આઇપીએલ ન રમવાના નિર્ણય બાદ આરસીબી એ તેને રિલિઝ કરી દીધો હતો.
પીએસએલમાં ડેલ સ્ટેન અત્યાર સુધીમાં કંઇ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી, તેણે પ્રથમ મેચમાં ચાર ઓવરોમાં 44 રન આપ્યા હતા. સ્ટેન અત્યાર સુધીમાં માત્ર બે વિકેટ જ લઇ શક્યો છે.
VR Sunil Gohil