કોરોના મહામારીની બીજી લહેરના કારણે શહેરમાં અનેક લોકો સંક્રમિત થયા હતા. મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટીતંત્રએ કોરોનાની બીજી લહેર સામે યુદ્ધના ધોરણે ટેસ્ટીગ, ટ્રેસીંગ, ટ્રીટમેન્ટના 3-T મંત્ર સાથે અનેકવિધ પગલાઓના કારણે કોરોના સંક્રમણના કેસોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. સાથોસાથ અનેક દર્દીઓ લાંબી સારવાર લઇ કોરોનાને મ્હાત આપવામાં સફળ થઇ રહ્યા છે. નવી સિવિલમાં 16 દિવસની દીર્ધ સારવાર બાદ ઈચ્છાપોરમાં રહેતા 34 વર્ષીય પ્રકાશ પત્રા સ્વસ્થ થઇ સ્વગૃહે પરત ફર્યા છે.
મૂળ ઓરિસ્સાના વતની પ્રકાશભાઇ જણાવે છે કે, ‘હું બે સંતાનોનો પિતા છું અને ફૂડ પેકેજીંગનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવું છું. તા.5મી મેના રોજ શ્વાસ લેવામાં વધુ તકલીફ જણાતા પરિવારના સભ્યોએ નવી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કર્યો. જયાં રીપોર્ટ પોઝીટીવ આવ્યો અને ઓક્સીજન લેવલ 80થી 85 ટકા હતું. જેના કારણે 12 દિવસ સુધી બાયપેપ પર તથા તા.18 મી મે બાદ તબિયતમાં સુધારો જણાતા ઓક્સીજન પર રાખવામાં આવ્યો હતો. આજે હું સ્વસ્થ થઈ રહ્યો છું જેનો પરિવાર સહિત સૌ અનહદ આનંદિત છે.
પ્રકાશભાઇ નવી સિવિલ હોસ્પિટલના તબીબોઓનો આભાર વ્યક્ત કરતા કહે છે કે,’હું હોસ્પિટલના તબીબો અને મેડીકલ ટીમે મને નવું જીવન આપવા માટે કરેલા પ્રયત્નો અને સારવારને હું ક્યારેય ભૂલી શકીશ નહી. એ મારા માટે કોઈ ભગવાનથી ઓછા નથી. હું એમનો કૃતજ્ઞ છું.’ નવી સિવિલ હોસ્પિટલના તબીબ ડો,અમિત ગામીત, ડો.જિજ્ઞાશા પટેલ, ડો તેજસ ટેલર, ડો આદિત્ય ભટ્ટ દ્વારા નિયમિત યોગ્ય સારવાર કરવામાં આવી હતી.
VR Niti Sejpal.


















































