એક બાળક જિદ પર અડી ગયો,
બોલ્યો કે મરચું ખાઈશ.
ઘરવાળાઓએ બહુ સમજાવ્યો
પણ માન્યો નહી !!
હાર માનીને તેના ગુરુજીને બોલાવવામાં આવ્યા
તેઓ જિદ તોડાવવામાં મહારથી હતા…
ગુરુના આદેશ પર મરચું મંગાવવામાં આવ્યું.
તેને પ્લેટ પિરસી બાળકની સામે રાખીને ગુરુ બોલ્યા,
લે ! હવે ખા.
બાળક બોલ્યો
તળેલુ ખાઈશ…
ગુરુએ મરચુ તળાવ્યું અને હાકોટો કર્યો, લે હવે ચુપચાપ ખા…
બાળક પાછો ગુલાંટ મારી ગયો
અને બોલ્યો, અર્ધુ ખાઈશ…
મરચાના બે ટુકડા કરવામાં આવ્યા…
હવે બાળક બોલ્યો,
પહેલા આપ ખાઓ… ત્યારે હું ખાઈશ
ગુરુએ આંખ નાક મિચી માંડ માંડ અર્ધુ મરચું ગળી ગયા.
ગુરુના મરચું ગળી જતાં જ
બાળક રાડ પાડીને રોવાં લાગ્યો
કે આપ તો એ ટુકડો ખાઈ ગયા
જે મારે ખાવાનો હતો…
ગુરુએ ધોતીયું સંભાળ્યું અને
ત્યાંથી ભાગી છુટ્યા.
કરવું-બરવું કાંઈ નહીંને,
નૌટંકી દુનિયા ભરની.
બોધપાઠ : ત્યારથી ગુરુ પણ શિષ્ય બનાવતા પેહલા ત્તેની પરીક્ષા કરે છે


















































