“આંખી જીંદગી બસ લમણાં જ લીધા છે, કોણ જાણે કંઈ એ ઘડી હતી ને તું ગળે બંધાણી. હંમેશા બડબડ કર્યા કરતી હતી ને જોઈ લે જો જમ પહેલા કોને ઉપાડે કોને ઉપાડે, કાલ સવારે તારી પહેલા મારી આંખ જ મિચાશે. કચ – કચ બસ આંખી જીંદગી બીજું કંઈ આવડ્યું જ નહીં. ખબર નહીં આ જીંદગીના પંચાવન વર્ષ તારી સાથે કેમ કાઢ્યા?”
“બાપુજી, શું કોની સાથે બગડો છો? કોણ છે?”
“આ જોને તારી બા.”
“બાપુજી, આ તો હીંચકો છે, એ ક્યારનો કિચુડાટ કરે છે.”
સુનિલ ગોહિલ “માસ્તર”


















































