કોઇ પણ ફુલ ની, કોઇ પણ પ્રકાર ની મેળવવા માટે,
ફુલે કેટલી બધી તૈયારી કરવી પડે છે..!?
સૌ પ્રથમ યોગ્ય જમીન બનાવવી પડે, બીજ વાવવુ પડે,યોગ્ય માવજત ને અંતે કોટો ફુટે તો, તેને પુખ્ત છોડ બનાવવા ઘણી કાળજી,સલામતિ રાખવી પડે ત્યાર બાદ પણ વાતાવરણ સાથ આપે તો,ફક્ત થોડા કલાક ની ફોરમ પ્રસરાવતુ ફુલ ખીલી શકે ને જગત સુગંધ ને પામે.
હવે વિચારીએ કે,આજ રીતે આપણે જ્યારે નકારાત્મકતા,નફરત,ઘૃણા,તિરસ્કાર ટિકા વગેરે ફેલાવવા માટે આપણાં મનો-શરિર માં કેટલા ખેડાણ કરવા પડતા હશે..!!!?
લાગે છે કે, ઉપયોગી(સકારાત્મક)છોડ નાં યોગ્ય વિકાસ માટે જેમ આસ-પાસ માં સાહજીક રીતે ઉગી નીકળેલા નિંદામણ ને પણ વારં-વાર દૂર કરવુ પડે તે રીતે,મન માં થી પણ રુટિન દિનચર્યા દરમ્યાન ઉગી નીકળતી નકારાત્મકતા ને દૂર કરવા ની વૃતિ કેળવવી પડે અને તે મુજબ જાગૃત રહી ને તેને વારં-વાર
(ફ્રીક્વન્ટલી) દૂર કરતા જ રહેવુ પડે..!
સૌ ને સકારાત્મકતા સાંપડે..તેવી શુભેચ્છા..!
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર
કીટલી ને કાફેમાં છે ફેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર બંનેની પોતાની લ્હેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર અસલની કીટલી પર પ્યાલા રકાબી અને બેસવાને મૂડા ને પાટલી પાણી પીવાને કાજ મુકી હો બાજુમાં હોય નાનકડી ઢોચકી કે માટલી આખી ને અડધી હવે એની પણ અડધી તોય એવી મજા ન આવે ઘેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર કીટલી પર politics discuss થતું પણ ચૂસકીમાં પૂરો થાય ખેલ ચર્ચા પછી હાથ ખંખેરી ઊભા મુકી issue ને એના ઉકેલ કોઇ ગાંઠે ન બાંધે વેરઝેર , ઓ Bro મારા કીટલી ને...


















































