ટાઈટલ વાંચતા ની સાથે તમને થતું હશે કે આ લેખમાં સુખી થવાના કૈક ઉપાયો લખ્યા હશે, પણ મિત્રો એવું કંઈ નથી. માણસ જ્યારે નાના માં નાની જવાબદારીઓ લેતો થાય છે ત્યારથી એ સુખની શોધમાં દર બદર ભટકવાનું ચાલુ કરી દે છે, હા એ એકલો નથી કારણ કે મોટા ભાગના લોકો આ મુસાફરી માં પહેલે થી જોડાયેલા જ છે. મિત્રો સુખ અને દુઃખ બંને આપણા જીવનનો ભાગ બનીને આપણી સાથે રહેતા જ હોય છે. જો માનો તો દુનિયા ની દરેક વ્યક્તિ ને નજીવું તો નજીવું પણ દુઃખ તો છે જ એટલે કોઈ સુખી નથી અને
બીજી તરફ કહીએ કે જીવન છે બધુ આવ્યા કરે ને ચાલ્યા કરે તો આવું વિચારીએ તો કોઈ દુઃખી નથી.
તમારા બાળપણ માં તમે ક્યારેય એવો વિચાર કર્યો હતો કે મારા જીવન ના આટલી વસ્તુ થવાથી કે આટલી વસ્તુ મળી જવાથી જ સુખ આવશે. ના, લગભગ કોઈને આવો વિચાર પોતાના બાળપણ માં નહી જ આવ્યો હોય. જ્યારે એક બાળકનો જન્મ થાય છે ત્યારે તેને ખબર નથી હોતી કે એ એક અમીર ઘર માં જનમ્યું છે કે ગરીબ પરિસ્થતિ માં છતાંય તેનું
બાળપણ આનંદ અને ખુશીઓ સાથે સુખ માં વિતે છે. આ વાત નું મુખ્ય કારણ એક જ છે મિત્રો કે તમે માની લો તો તમે નાની નાની વાત માંથી પણ ખુશ થઈને સુખી રહી શકો છો. કોઈના મોઢા પર ખુશી નું સ્મિત જોઈને તમે પણ જો હસતાં શીખી લો તો તમે પણ સુખે થી રહી શકો છો. નાની મોટી તકલીફો માં ભાગ્ય ના નામે રડ્યા કરતાં, વિચારીને એનું નિરાકરણ લાવી કે પછી એ પરિસ્થિતિ નો સ્વીકાર કરી તમારાં મન ને સંતોષ ની સીમા માં બાંધી ને તમે સુખ મેળવી શકો છો.
સુખી રહેવા માટે આત્મા ના સંતોષ પર ધ્યાન કેન્દ્રિત કરો નહીંતર માણસ માં જીવન ની ઈચ્છાઓ તો જીવનભર નથી સંતોષાતી અને માણસ પોતાની જાતને દુઃખી અને અભાગી સમજી બેસે છે. તમે વિચારતા હશો કે જો દુનિયામાં માન્યા નું સુખ અને માન્યા નું દુઃખ છે તો પછી ગરીબી માં જીવી રહ્યા લોકો નું શું!!! તેઓ તો ફક્ત દુઃખી પરિસ્થતિ માંજ જીવે છે. મિત્રો સુખ ની સાચી પરિભાષા છે આત્મ શાંતિ નહિ કે આપણા મન ની. સુખ એ ભૌતિક સુખસગવડો ને આધાર નથી હોતું. હા, ઘણા લોકોના જીવનમાં તકલીફો આવ્યા કરતી હોય છે એનો મતલબ એવો નથી કે એ માણસ ખુશ નથી કે નથી.
તમે જોયું હશે કે રસ્તા પર સૂતેલા બાળક ના હાથ માં તમે ફક્ત એક ચોકલેટ આપો છો અને તે ખુશ થઈ જાય છે, તો એ એક ચોકલેટ થી એના મન ને શાંતિ અને સંતોષ મળી ગયો છે માટે એટલું એના માટે પર્યાપ્ત છે. જ્યારે સામાન્ય રીતે તમને કોઈ એક નાનકડી ચોકલેટ આપે છે તો તમારા મન માં સવાલ ઉઠશે, આટલી નાની ચોકલેટ!!?? બીજી નહોતી આના સિવાય!!?? આવા અનેક પ્રશ્નો કેમ કે તમારા આત્માને તો એનાથી સંતોષ છે પરંતુ તમારું મન એ આનંદ ને સીમાઓ માં બાંધી રહ્યું છે. આવી જ રીતે માણસ પોતાના આનંદ ને સીમાઓ માં બાંધી ને નાની નાની પળો માંથી મળતા સુખ થી અળગો રહે છે અને જીવનભર ભટકતો રહે છે સુખની શોધ માં.
તો મિત્રો, જીવનની દરેક પળ માંથી ખુશીઓને ખેંચી ને તમારી પાસે રાખો અને સુખી રહો અને હસતાં રહો. મને આશા છે કે આપ સૌને વાંચીને આનંદ આવશે.
અસ્તુ
જય ભારત.
લેખક: ધ્રુવ પટેલ (અચલ)


















































