કોરોનાને લીધે થયેલા લોકડાઉનમાં રાત્રે ઊંઘ નોતી આવતી, એક ભાઈ ટાઈમપાસ કરવા માટે વ્હોટ્સએપ જોઈ રહ્યા હતા અને તેમણે મિત્રોના ગ્રુપમાં બે મેસેજ વાંચ્યાં –
इंसान के गुनाहों की फेहरिस्त बहुत लंबी है,
ये भी नहीं कह सकते कि सज़ा कम करना।
अब बंद है घर में,तो रोता चिल्लाता,
इंसा को कुछ भी जल्द समझ नहीं आता।
ત્યારબાદ તેમણે એક મેસેજ ગ્રુપમાં કર્યો, આ વાઇબ્રન્ટ ભાઇ સાચું કહી રહ્યા છે, દુનિયામાં ખૂબ પાપ વધી ગયા છે અને બધા ઘરમાં બંધ થઈ ગયા છે. સાંભળો મિત્રો, આ કોરોનાનું ધતિંગ પૂરું થાય પછી ચાર પાંચ દિવસની એક ટ્રીપ ગોવાની મારીએ, રૂપલલનાઓ બોલાવીએ, કોરોના અને વાયરસ નામની દારૂ મંગાવીએ, સિગરેટના ગોટેગોટા ઉડાવીએ, મોંઘીવાળી તમાકુ ચાવીએ, સવાર-સાંજ મરઘા અને બકરાના લેગ પીસ ખાઈએ, બાઈટિંગમાં કલેજીના ટુકડા શેકીને ખાઈએ ત્યારે જીવને શાંતિ થાય.. આ મેસેજ મોકલ્યો જ ‘ને વીજળી નો જોરદાર કડાકો થયો, જોતજોતમાં એક મિનિટમાં તો મુશળધાર વરસાદ શરૂ થયો.. ઠંડા પવનોથી ઘર જાણે બરફ મહેલ થયું.. આંખો બંધ કરીને પહેલા એ ભાઈ મનમાં બોલ્યા, પછી એ જ વિચારને ગ્રૂપમાં મેસેજ કર્યો, આજથી હું શાકાહારી થઈ ગયો છું, દારૂ, તમાકુ અને સિગરેટ પણ છોડી દીધી છે અને પરસ્ત્રી હવે મારી માતા અને બહેનો સમાન છે.. ?
પ્રીત લીલા ડાબર ” vibrant writer ”
દાહોદ ગુજરાત


















































