સજ્જન વ્યક્તિઓ મળવા ઘણાં મુશ્કેલ છે. એવામાં તમને એક વાર તો એવો પ્રશ્ન થયો જ હશે કે શું સજ્જન વ્યક્તિ દરેક સ્થાને મળે? આ વસ્તુને ચાણક્યે વિસ્તારમાં ઉદાહરણ સાથે સમજાવ્યું છે. ચાલો જાણીએ.
ચાણક્યનું કહેવું છે કે જેમ દરેક પહાડો પર મણી નથી મળતી, જેમ દરેક જંગલમાં ચંદન નથી મળતું એવી જ રીતે દરેક જગ્યાએ સજ્જન વ્યક્તિ મળે એવું જરૂરી નથી. દરેક જગ્યાએ એવી આશા ન રાખવી.
જેમ ચંદન પોતાના જ સ્થાનમાં મળે, મણી પોતાની સાચી જગ્યાએથી જ મળે એવી રીતે સજ્જન વ્યક્તિ પણ ત્યાં જ મળે જ્યાં તે લોકોને હોવું જોઈએ.
હવે આપણે જાણી ગયા છીએ કે સજ્જન વ્યક્તિઓ બધી જગ્યાએ મળી શકે કે નહીં. આવી ઘણી વસ્તુઓ ચાણક્યે પોતાના ગ્રંથ “ચાણક્ય નીતિ”માં લખી છે.
VR Niti Sejpal


















































