પેટ ભરીને જમું તો પણ સંતોષ નથી થાતો,
આ છપ્પન ભોગના પકવાન ખાધાં પછી ,
ઓડકાર નથી ખાતો ,
કહેવા માટે , કોઈ કમી જ નથી જીવનમાં,
એ સરસ આલીશાન ઘર બનાવ્યું છે ,
બાગમાં જવું ન પડે એટલે બગીચો ,
અને
ઉપરથી બાગમાં ઝૂલો પણ મુકાવ્યો છે.
ચાલતાં ચાલતાં પગને તકલીફ સહેજપણ પડે નહીં,
માટે કાર ખરીદી આંગણે ઉભી કરી છે.
સહુને સાચવવા ,
ઘરમાં નોકર , ચાકર , રખેવાળ રાખ્યા છે,
માછલી ઘર વસાવ્યું છે,
તરવા માટે સ્વીમીંગ પુલ અને તેમાં રંગબેરંગી પાણી ભરાવ્યું છે,
આંગણે પ્લેટ પર નામ સહિત છાજે તેવી ટેગ કરતુ પાટિયું લટકાવી મૂકયું છે.
*આ બધી સવલતો પછી….*
તોય આટલી બધી સવલતો મને આરામ નથી આપી શકી ,
જોઈએ તેવો શાંતિનો અહેસાસ નથી આપી શકી,
હોવાં માટે , કહેવા માટે બધું જ તો હતું,
કોઈ વાતે ખોટ જ નહોતી ,
લાગે છે કે સંબંધોમાં હવે ખુશ્બૂ નથી ,
આ દેખાય છે તે ,
પોતાનાં છે કે નામનાં જ ,
કે પછી કામ પૂરતા, સ્વાર્થના ?
ઈ હવે ખબર પડી ,
સાચું કહું ઉંમરનાં અંતિમ પડાવે પહોંચી ,
હવે પાછું વળીને જોઉં છું તો ખ્યાલ આવે છે ,
જીવનમાં સંતોષ ,
ક્યાંય નથી…ક્યાંય નથી….
પોતાનાં ક્યાંય નથી , ક્યાંય નથી..
સંજય તરબદા ‘સાંજ’✍🏻


















































