હું તને મુકવા આવ્યો શું તું મને મુકવા આવીશ
સ્મશાન ક્યાં દૂર છે તું આવીશ તો હું આવીશ
આ શ્વાસ જિંદગીના ક્યાં સુધી ચાલશે ખબર નથી
આ નિશ્વાસ હું ક્યાં સુધી મુકીશ તેની મને ખબર નથી
લે આ તાંતણા તોડી નાખું જો દે તું સાથ મને
આ અભરખા અહીંજ મૂકી દઉં જોતું દે સાથ મને
ઈશ્વર ક્યાંક તો છે તેની તો છે ખબર મને
જો અહીં વાઘ બકરી આવે તો તું કહેજે મને
હું ડરતો નથી એક દિવસ તો જવાનુંછે અહીંથી
હરિ ઓમ કહી શ્વાસમૂકી આગળ નીકળી જઈશ અહીંથી
અશોકકુમાર શાહ ” પરાગરજ “


















































