શૂન્યમાંથી ઘાટ આપીને ઘડે એ છે શિક્ષક.
વાત કેરા મૂલ્ય ખાતર જે લડે એ છે શિક્ષક.
સાવ નાનો થઈ પછી સાથે રમે સાથે પડે,
બાળ સાથે સહજતાથી જે રડે એ છે શિક્ષક.
સાવ કાચા પીંડને જે ભાવથી આકાર દઈ,
જે કરુણા જિંદગી સાથે જડે એ છે શિક્ષક.
દ્રોણ પરશુરામ જેવા આ ભૂમિમાં છે થયાં,
સત્ય જે જીભે ધરી યુદ્ધે ચડે એ છે શિક્ષક.
જીભ આપી તો પછી મૃત્યુ સુધી નિભાવતા,
જે વચનને કાજ પાછો ના પડે એ છે શિક્ષક.
~દિલીપ ધોળકિયા,”શ્યામ”


















































