આગામી તા. ૧૪ મી ડિસેમ્બરે સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે. આ દિવસે થનારું સૂર્યગ્રહણ વૃશ્ચિક તથા ધન રાશિમાં જયેષ્ઠા અને મૂળ નક્ષત્રમાં થઈ રહ્યું છે. અગાઉ ૧૪મી જૂને થયેલા ગ્રહણની જેમ જ આ ગ્રહણ સર્વત્ર પરેશાની અને વિનાશ નોતરનારું માનવામાં આવ્યું છે. અત્યારે ગુરુ મકર રાશિમાં નીચ થઈને ભ્રમણ કરી રહ્યાં છે તો આ ગ્રહણ શારીરિક તકલીફ તથા જાનહાનિના યોગને પણ સર્જે છે. સૂર્ય એટલે શરીર અને ગુરુ એટલે જીવ. જ્યારે ગુરુ નીચ અવસ્થામાં ભ્રમણ કરે અને એવે સમયે સૂર્યને ગ્રહણ લાગે એટલે શારીરિક કષ્ટ મળે જ.
આ ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી એટલે પાળવાની જરૂર નથી પરંતુ તે આપણા જીવન પર અને દેશ દુનિયા પર પોતાનો પ્રભાવ તો પાડે જ. આ ગ્રહણ દ. આફ્રિકાના દેશોમાં, પેસેફિક મહાસાગરના પ્રદેશો, દક્ષિણ અમેરિકા, સાઉદી અરબ, મસ્કત, જકાર્તા, સુમાત્રા, ઓમાન, સિંગાપોર તથા શ્રીલંકા વગેરે દેશોમાં દેખાશે. ભારતીય સમય મુજબ ગ્રહણનો સ્પર્શ સમય સાંજે ૦૭.૦૩ નો છે. રાત્રે ૨૧.૪૩ ગ્રહણ મધ્યભાગમાં સ્પર્શશે. મધ્યરાત્રિએ ૦૦.૨૩ કલાકે ગ્રહણ મોક્ષ પામશે. આ ગ્રહણ દેશ દુનિયાના લોકો માટે શુભાશુભ ફળ લઈને આવી રહ્યું છે તો ચાલો જાણીએ રાશિવાર સૂર્યગ્રહણનું ફળ અને તેના ઉપાયો વિશે.
સૂર્યગ્રહણના શુભાશુભ ફળો
ગ્રહણ ઉપરાંત હાલ મકર રાશિમાં ગુરુ-શનિની યુતિ સર્જાયેલી છે જેને લઈને આ ગ્રહણ શારિરીક કષ્ટ અને જાનહાનિ લઈને આવી રહ્યું છે. મહામારી વધી જાય. અકસ્માતો સર્જાય, ધરતીકંપ થાય તથા યુદ્ધની પરિસ્થિતિ સર્જાય એવા યોગો બની રહ્યા છે.
સૂર્યગ્રહણના રાશિવાર શુભાશુભ ફળો
મેષ – આ રાશિના લોકો માટે ગ્રહણ તકલીફદાયક છે. આવા જાતકોને અશાંતિ, બેચેની, માનસિક તાણ, જાહેરમાં અપમાન થવા જેવી તકલીફો આવી શકે છે. જો કોઈ મિત્ર કે વ્યક્તિ સાથે અણબનાવ હોય કે ઝઘડો ચાલી રહ્યો હોય તો મોટું અપમાન થઈ શકે તેવા યોગ સર્જાઈ રહ્યા છે.
વૃષભ – આ જાતકોને અપયશ, મહા કષ્ટ તથા જો કોઈ રોગ ચાલી રહ્યો હોય તો તે ઘાતક સ્વરૂપ પકડી લે તેવા યોગો બની રહ્યા છે.
મિથુન – આ રાશિમાં સ્ત્રી જાતકોને પતિનું કષ્ટ તથા પુરુષ જાતકોને પત્નીનું કષ્ટ મળી શકે છે. જો આવા વ્યક્તિઓ ભાગીદારીમાં કામ કરતા હોય તો તેમાં પણ તકલીફ આવે અને છૂટા થવું પડે તેવા યોગો સર્જાઈ રહ્યા છે.
કર્ક – આ રાશિના જાતકો માટે આ ગ્રહણ શુભ છે. શત્રુવિજય પ્રાપ્ત થાય તથા સુખમાં વૃદ્ધિ થાય. અટકેલા કાર્યો પૂરા થાય.
સિંહ – આ રાશિના જાતકોને અંગપીડા થઈ શકે છે. જો શરીરમાં કોઈ અંગ કપાયેલું હોય કે ઇજાગ્રસ્ત હોય તો એમાં પીડા મળી શકે છે.
કન્યા – આ રાશિના જાતકો માટે આ ગ્રહણ સફળતા લઈને આવી રહ્યું છે. ધનલાભ સાથે શુભ પરિણામો પ્રાપ્ત થાય.
તુલા – ધનહાનિ થાય. નોકરી વેપારમાં ધ્યાન આપવું. આર્થિક મુશ્કેલી આવે તેવા પ્રબળ યોગો બની રહ્યા છે.
વૃશ્ચિક – આ રાશિમાં ગ્રહણ સર્જાઈ રહ્યું હોવાથી આ રાશિના જાતકોને ખૂબ તકલીફ પડે તેવું ગ્રહમાન જણાઈ રહ્યું છે. આ જાતકોને મોટી ઘાત આવી શકે છે. અકસ્માત, પેટને લગતા રોગ, સ્ત્રીઓને ગર્ભાશયને લગતા કષ્ટ આવી શકે છે.
ધન – આ રાશિના જાતકોને હાલ શનિની સાડાસાતીનો છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે. આ રાશિના જાતકોને પણ શારીરિક પીડા થઈ શકે છે. ખાસ કરીને ગુરુપ્રધાન વ્યક્તિ એટલે કે જેઓનું શરીર ભારે છે તેવા લોકોએ ખાસ સંભાળવું.
મકર – આ રાશિ માટે આ ગ્રહણ મધ્યમ ફળદાયી છે. નાના નાના વિઘ્નો આવે અને કામ પૂરા થવામાં વિલંબ થાય એવા સંજોગો છે.
કુંભ – આ રાશિના જાતકોને સંપૂર્ણ સફળતા અને ધનલાભ મળશે. શુભ ફળ પ્રાપ્ત થાય.
મીન – આ રાશિના જાતકો માટે આ ગ્રહણ મધ્યમ ફળદાયી છે. ધનહાનિ, માનહાનિ તથા શારીરિક પીડા થઈ શકે છે.
મિત્રો, લાલ કિતાબ એ સંપૂર્ણ રીતે વ્યક્તિના કર્મો પર આગાહી કરતું શાસ્ત્ર છે. આપણા શુભ કર્મો જ આપણને કોઈ પણ પ્રકારના કષ્ટોથી બચાવી શકશે. જેમની કુંડળીમાં શનિ-સૂર્ય, સૂર્ય-રાહુ, સૂર્ય-કેતુ જેવી યુતિ છે અથવા સૂર્ય કે શનિ અશુભ સ્થાનોમાં બિરાજેલા છે તેમણે ચોક્કસ પોતાની રાશિ મુજબના ઉપાયો કરવા.
સૂર્યગ્રહણના રાશિવાર ઉપાયો
શારીરિક કષ્ટથી બચવા માટે ગ્રહણ પછી પાણીમાં એકાદ ચમચી દૂધ નાખીને સ્નાન કરવું. શક્ય હોય તો શરીર પર દુધની માલીશ કરીને સ્નાન કરવું.
જેમની કુંડળીમાં નીચેની યુતિ છે તેમણે તે મુજબના ઉપાયો કરવા :
સૂર્ય-શનિ – એક શ્રીફળ અને સાત બદામ સાત વાર માથા પરથી ઓવારીને વહેતા પાણીમાં પધરાવવી અથવા મહાદેવને અર્પણ કરવી.
સૂર્ય-રાહુ – એક શ્રીફળ અને સાત બદામ સાત વાર માથા પરથી ઓવારીને વહેતા પાણીમાં પધરાવવી અથવા મહાદેવને અર્પણ કરવી.
સૂર્ય-કેતુ – એક શ્રીફળ, સાત બદામ, ત્રણ લીંબુ અને ત્રણ કેળા સાત વાર માથા પરથી ઓવારીને વહેતા પાણીમાં પધરાવવી અથવા મહાદેવને અર્પણ કરવી.
- દરેક લોકોએ પોતાના આરાધ્ય દેવ કે કુળદેવીના જાપ કરવા.
- ગાયત્રી મંત્ર તથા મહામૃત્યુંજય મંત્રના જાપ કરવા કે સાંભળવા.
- ગ્રહણના મોક્ષ પછી ઘઉં, ગોળ, તાંબુ, લાલ વસ્ત્રનું દાન કરવું.
- જે લોકોને પનોતી ચાલે છે તેઓએ આઠ બદામનું મંદિરમાં દાન કરવું. આમ ત્રણેક મહિના સુધી શક્યતા મુજબ કરતા રહેવું.
- મેષ રાશિના જાતકોએ માટીની માટલીમાં પાણી ભરીને દાન કરવું (કુંભદાન), દૂધ અને મિઠાઈનું દાન કરવું તથા એક શ્રીફળ અને સાત બદામ સાત વાર માથા પરથી ઓવારીને વહેતા પાણીમાં પધરાવવી અથવા મહાદેવને અર્પણ કરવી.
- વૃષભ રાશિના જાતકોએ ગાયની સેવા કરવી, ઘાસ નીરવું તથા ઘઉં અને ગાયના ઘીનું દાન કરવું. એક શ્રીફળ અને સાત બદામ સાત વાર માથા પરથી ઓવારીને વહેતા પાણીમાં પધરાવવી અથવા મહાદેવને અર્પણ કરવી.
- મિથુન રાશિના જાતકોએ ગાયનું ઘી, ગોળ અને તાંબાનું વાસણ દાન કરવું. એક શ્રીફળ અને સાત બદામ સાત વાર માથા પરથી ઓવારીને વહેતા પાણીમાં પધરાવવી અથવા મહાદેવને અર્પણ કરવી.
- કર્ક રાશિના જાતકોએ ગોળની બનાવેલી મીઠાઈ એટલે કે લાડુ કે સુખડીનું દાન કરવું. આ વાનગી નાના બાળકોને પણ ખવડાવવી . એક શ્રીફળ અને સાત બદામ સાત વાર માથા પરથી ઓવારીને વહેતા પાણીમાં પધરાવવી અથવા મહાદેવને અર્પણ કરવી.
- સિંહ રાશિના જાતકોએ ઘઉં, ગોળ, તાંબાનું વાસણ, લાલ વસ્ત્રનું દાન કરવું. એક શ્રીફળ અને સાત બદામ સાત વાર માથા પરથી ઓવારીને વહેતા પાણીમાં પધરાવવી અથવા મહાદેવને અર્પણ કરવી.
- કન્યા રાશિના જાતકોએ ગોળ તથા મગનું દાન કરવું. કુંવારિકાઓને જમાડવું તથા પક્ષીઓને ચણ નાખવું. એક શ્રીફળ અને સાત બદામ સાત વાર માથા પરથી ઓવારીને વહેતા પાણીમાં પધરાવવી અથવા મહાદેવને અર્પણ કરવી.
- તુલા રાશિના જાતકોએ મંદિરમાં રૂ નું દાન કરવું. માખણ અને મિસરી એ બંનેને ભેગા કરીને તેનો પ્રસાદ વહેંચવો તથા મંદિરમાં પણ મૂકવું. શ્રીફળ અને સાત બદામ સાત વાર માથા પરથી ઓવારીને વહેતા પાણીમાં પધરાવવી અથવા મહાદેવને અર્પણ કરવી.
- વૃશ્ચિક રાશિના જાતકોએ કુંભ દાન કરવું. એક શ્રીફળ અને સાત બદામ સાત વાર માથા પરથી ઓવારીને વહેતા પાણીમાં પધરાવવી અથવા મહાદેવને અર્પણ કરવી.
- ધન રાશિના જાતકોએ ગોળ, પીળું વસ્ત્ર તથા હળદરનું દાન કરવું. એક શ્રીફળ અને સાત બદામ સાત વાર માથા પરથી ઓવારીને વહેતા પાણીમાં પધરાવવી અથવા મહાદેવને અર્પણ કરવી.
- મકર રાશિના જાતકોએ નાળિયેર, સૂકા ટોપરાની કાચલી તથા તેલનું દાન કરવું. એક શ્રીફળ અને સાત બદામ સાત વાર માથા પરથી ઓવારીને વહેતા પાણીમાં પધરાવવી અથવા મહાદેવને અર્પણ કરવી.
- કુંભ રાશિના જાતકોએ તૈયાર ભોજન ગરીબોને જમાડવું. શક્ય હોય તો ખીર બનાવીને મજૂર વર્ગને ખવડાવવી. જેનાથી શનિની પીડામાં રાહત મળે. એક શ્રીફળ અને સાત બદામ સાત વાર માથા પરથી ઓવારીને વહેતા પાણીમાં પધરાવવી અથવા મહાદેવને અર્પણ કરવી.
- મીન રાશિના જાતકોએ ઘઉં, ગોળ, તાંબાનું વાસણ, કેસર તથા દૂધનું દાન કરવું. એક શ્રીફળ અને સાત બદામ સાત વાર માથા પરથી ઓવારીને વહેતા પાણીમાં પધરાવવી અથવા મહાદેવને અર્પણ કરવી.


















































