શિલ્પી હતા એ અખંડ ભારતના સરદાર,
ઘડવૈયા હતા શ્રેષ્ઠ ભારતના સરદાર.
એ દિવ્ય આત્માને કરું હું કોટિ કોટિ વંદન,
એક લોખંડી પુરુષ ભારતના સરદાર.
સ્વયમ્ કંડારી ભારતના નકશાની રેખા,
અડીખમ વીર હતા ભારતના સરદાર.
દ્રઢ મનોબળ નિશ્ચયી સિંહ જેવી ગર્જના,
દૂરંદેશી ભાગ્ય વિધાતા ભારતના સરદાર.
સ્વાતંત્ર્ય આંદોલનકારી જનનેતાને વંદન.
વીર સંગ્રામ સેનાની ભારતના સરદાર.
-દિનેશ નાયક “અક્ષર”


















































