ઘરે એકનું એક ખાઇને અનેક વાર કંટાળી જવાય છે. કંટાળો આવવાને કારણે આપણો ખાવાનો આખો મુડ જ ખરાબ થઇ જાય છે. તો આજે અમે એક એવી વાનગી લઇને આવ્યા છીએ જેનાથી તમારા મોંનો સ્વાદ બદલાઇ જશે અને તમને ખાવાની પણ મજા આવશે. તો નોંધી લો તમે પણ વેજ ક્રિસ્પી બનાવવાની રીત..

સામગ્રી
- 1 નંગ બટાકા
- 1 નંગ ફુલાવર
- 1 નંગ કેપ્સીકમ
- 4 બેબી કોર્ન
- ½ કપ મેંદાનો લોટ
- 4 કપ કોર્ન ફ્લોર
- સ્વાદાનુંસાર મીઠું
- ½ ચમચી કાળા મરી
- 2 ચમચી તેલ
- 1 ચમચી આદુની પેસ્ટ
- સમારેલું લીલું મરચું
- 2 ચમચી ટામેટા સોસ
- 1 નાની ચમચી મરચાંની ચટણી
- 1 નાની ચમચી સોયા સોસ
- 1 નાની ચમચી સરકો
બનાવવાની રીત
- વેજ ક્રિસ્પી બનાવવા માટે સૌથી પહેલા બટાકા, કેપ્સિકમ, બેબી કોર્ન કાપીને ધોઇ લો.
- ત્યારબાદ એક મોટુ વાસણ લો અને એમાં ઉપર જણાવ્યા મુજબ મેંદાનો લોટ, મકાઇનો લોટ, મીઠું અને કાળા મરી મિક્સ કરો.
- ત્યારબાદ થોડુ પાણી ઉમેરો.
- હવે એમાં બધા કાપેલા શાકભાજી અંદર બરાબર રીતે મિક્સ કરી લો.
- એક કડાઇમાં તેલ મુકો.
- તેલ આવી જાય એટલે બધા શાકભાજી તેલમાં ફ્રાય કરો અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો.
- હવે આ બધા શાકભાજી એક પ્લેટમાં કાઢી લો.
- ત્યારબાદ એક પેનમાં તેલ મુકો અને ગરમ થવા દો.
- તેલ ગરમ થઇ જાય એટલે એમાં આદુની પેસ્ટ, લીલા મરચા, બ્રોકલીના પાન અને કેપ્સિકમ નાંખો અને 2 મિનિટ માટે થવા દો.
- હવે આમાં ટામેટાની ચટણી, મરચાની ચટણી, સોયા સોસ, સરકો અને મીઠું નાંખીને બરાબર મિક્સ કરી લો.
- હવે 5 મિનિટ રહીને ગેસ બંધ કરી લો.
- તો તૈયાર છે વેજ ક્રિસ્પી


















































