• About
  • Privacy Policy
  • Advertisement
  • Corona
  • Contact Us
Wednesday, September 16, 2026
  • Login
Submit Your Article
  • i – Gujju
    • All
    • પ્રૌઢ વિશેષ
    • બાળ વિશેષ
    • મહિલા વિશેષ
    • યુવા વિશેષ
    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ખુશી ક્યાં મળે છે?

    ખુશી ક્યાં મળે છે?

    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    હવે તારે જે કરવું હોય તે કર

    હવે તારે જે કરવું હોય તે કર

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

    એ અફવાહ છે…

    એ અફવાહ છે…

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • All
    • કવિતા
    • ગઝલ
    • ગીત
    • નાટક
    • ફિલ્મ જગત
    • ભજન
    • માઈક્રોફિક્શન
    • વાર્તા અને લેખ
    • સાહિત્ય અને કલા સમાચાર

    Trending Tags

    • મરીઝ
    • ઉર્વશી બ્રહ્મભટ
    • રમેશ પારેખ
    • ઝવેરચંદ મેઘાણી
    • મનોજ ખંડેરિયા
    • જલન માતરી
    • કૈલાસ પંડિત
    • પુનિત મહારાજ
    • ‘બેફામ’
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • All
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુ ગમ્મત (Jokes)
    • ગુજ્જુલોજી
    મચ્છર

    મચ્છર

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી…

    કુંભના મેળા ને કાકી …

    કુંભના મેળા ને કાકી …

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    સંસ્કાર રોપણ નુ અદભુત વિજ્ઞાન

    રસોડામાં રંધાયેલું

    રસોડામાં રંધાયેલું

    લહેર પડી ગઈ, યાર!

    લહેર પડી ગઈ, યાર!

    IND vs SL

    IND vs SL

    ચંદ્રયાન

    ચંદ્રયાન

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    સાહિત્યકારની દ્રષ્ટીએ “ફાફડા”

    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • All
    • ખેલ જગત
    • જાણવા જેવું
    • જ્યોતિષશાસ્ત્ર
    • ટ્રાવેલ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • ફેશન
    • બાળ ઉછેર (પેરેન્ટીંગ)
    • બિઝનેસ ન્યુઝ
    • રિલેશનશિપ
    • વાનગી વિશેષ
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • સત્ય ઘટના
    • સામાજિક કર્યો
    • હોમ ડેકોર

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

    Trending Tags

    • shilpa shah
    • Urvashi Brahmbhatt
    • Mansi Desai
    • tushar shukla
    • Rajnikant Raval
    • Vision Raval
    • Shamim Merchant
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
    • All
    • CORONA Fighters
    • આયુર્વેદ
    • બ્યુટી ટિપ્સ
    • યોગ અને આસન
    • હેલ્થ ટિપ્સ
    કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

    વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    વિશ્વની 5 સૌથી વિચિત્ર વિકૃતિઓ, મોટાભાગના લોકો તેને સમજી શકતા નથી

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    ખાલી પેટ આ 3 જડીબુટ્ટીઓનું કરો સેવન

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    આપણા બાળકો ઝેર ખાઈ રહ્યાં છે

    ઊંઘ કેમ જરૂરી?

    ઊંઘ કેમ જરૂરી?

  • મસ્તી કાર્ડNew
No Result
View All Result

ADVERTISEMENT

વિદ્યાર્થી કેવો હોવો જોઈએ?

શિલ્પા શાહ – ડિરેકટર, H.K. BBA COLLEGE

iGujju by iGujju
in i - ગુજ્જુ, કલા-સાહિત્ય, ગુજજુકેશન, જાણવા જેવું, જ્ઞાન અને વિજ્ઞાન, બાળ વિશેષ, યુવા વિશેષ, વાર્તા અને લેખ
Reading Time: 1 min read
245 3
A A
0
288
SHARES
1k
VIEWS
Share on WhatsappShare on Facebook

વિદ્યાર્થી શબ્દ પરથી એટલું તો અવશ્ય સમજાય કે જે વિદ્યા અર્થે પ્રયત્નશીલ હોય તેને વિદ્યાર્થી કહેવાય. સામાન્ય રીતે આપણે આદર્શ શિક્ષક કેવો હોવો જોઈએ? તેની ચર્ચા વર્ષોથી કરતા આવ્યા છીએ. વળી એક વ્યક્તિ તરીકે શિક્ષક પાસે સમગ્ર સમાજની ખૂબ ઊંચી અપેક્ષાઓ છે એટલે જ તો ગુરુને આપણે દેવનું સ્થાન આપ્યું છે. પરંતુ તે પણ એક માણસ છે એ વાત સમાજે ભૂલવી ન જોઈએ. વળી શિક્ષણ two way પ્રોસેસ છે એટલે કે અન્ય સંબંધોની જેમ ગુરૂ-શિષ્ય સંબંધમાં પણ take & give નો નિયમ કાર્યરત છે જ એ યાદ રાખવું આવશ્યક છે. ગુરુ શિક્ષણ આપવા માગતા હોય, પોતે જ્ઞાની અને ચારિત્ર્યવાન હોય, સમાજની ગુરુ પાસે જે અપેક્ષા છે તે સર્વ પરિપૂર્ણ કરતાં સક્ષમ અને સમર્થ વ્યક્તિ હોય, પરંતુ વિદ્યાર્થી બનવા માટે જરૂરી શરતો જો શિષ્ય પરિપૂર્ણ ન કરતો હોય તો શિક્ષણનું ધ્યેય પૂર્ણ થઈ શકે નહીં. જેમ કે ઈશ્વર રહેમતોની બારીશ કરતો હોય પણ આપણે આપણી બાલ્ટી ઊલટી રાખીએ તો પ્રાપ્તિ શક્ય છે ખરી?

એ રીતે ગુરુ સંપૂર્ણ પ્રયત્નશીલ હોય પરંતુ વિદ્યાર્થીઓની શિક્ષણ પ્રાપ્તિની ઈચ્છા જ ન હોય, અતિ ચંચળ મન સ્થિર થતું જ ન હોય, વિદ્યાર્થી બનવાની જરૂરી લાયકાત જેમ કે બ્રહ્મચર્ય, સંયમી જીવન, દ્રઢ નિશ્ચય, યોગ્ય આહાર-વિહાર, નૈતિકતા અને ચારિત્ર વગેરેની જો ગેરહાજરી હોય તો સંપૂર્ણ જ્ઞાની અને ઈશ્વર સમાન સામર્થ્ય ધરાવનારા ગુરુ પણ ધાર્યું પરિણામ લાવી શકે નહીં. આપણે સૌ જાણીએ છીએ કે વિદ્યાર્થી અવસ્થા એટલે યુવાવસ્થા અને યુવાવસ્થાની ચોક્કસ લાક્ષણિકતાઓ છે જેમ કે ૧) યુવાનને ચીલે ચાલવું ગમતું નથી, એને ભોમિયા વગર ભમવું ગમે છે એટલે કે કોઈની સલાહ કે ઉપદેશ તે પસંદ કરતો નથી. ૨) શક્તિ અને સ્ફૂર્તિનો ભંડાર હોવાને કારણે તેની મહત્વકાંક્ષાઓ પારાવાર હોય છે. એને ઘણું પામવું છે પરંતુ યોગ્ય જાણકારી નથી. ૩) એનામાં જોશ ખૂબ હોય છે પરંતુ હોશની કમી હોય છે. જેથી ઘણીવાર પોતાના જ માટે વિનાશ સર્જે છે. ૪) ગરમ લોહીને કારણે ગુસ્સો આવતા વાર લાગતી નથી, રીએક્ટ ખૂબ જલ્દી કરે છે, ઈંટનો જવાબ પથ્થરથી આપવા તત્પર રહે છે. આવી વિશિષ્ટ લાક્ષણિકતાઓને કારણે જો યોગ્ય સમયે યથાર્થ સમજણ ન આવે તો સમગ્ર ભવિષ્ય અંધકારમય બનતા વાર નથી લાગતી. મને એક અધ્યાપક તરીકે મારા ૨૫ વર્ષના શૈક્ષણિક અનુભવને આધારે લાગે છે કે શિક્ષક કેવો હોવો જોઇએ તેની સાથે વિદ્યાર્થી કેવો હોવો જોઈએ તે અંગે પણ સમાજે વિચારવાનો સમય પાકી ગયો છે, નહીં તો સમાજનું યુવાધન નષ્ટ થઈ જશે અને આવનાર સમય તમામ માટે અતિ પીડાકારક બની રહેશે. મારી દ્રષ્ટિએ એક આદર્શ વિદ્યાર્થીના એટલે કે વિદ્યા અર્થે પ્રયત્નશીલ વ્યક્તિમાં નીચેના ગુણો હોવા અનિવાર્ય છે.

૧) ગુરુ પ્રત્યે પરમ આદર – આપણે સૌ જાણીએ છીએ કે આજના બાળકો આદર-સન્માન જેવી બાબતોથી કોષો દૂર છે એનાથી ઉલટું શિક્ષકોની મજાક ઉડાડવી, તેઓની ઉપેક્ષા કરવી, વિચિત્ર નામકરણ દ્વારા ખિલ્લી ઉડાડવી વગેરે જેવા કાર્યો કરતાં સ્કૂલ લેવલથી જોવા મળે છે. વર્ગખંડમાં પણ તેઓનું વર્તન લગભગ અયોગ્ય, અશિસ્તભર્યું અને અભદ્ર જોવા મળે છે. વળી કોલેજના વિદ્યાર્થીઓમાં તો દાદાગીરીનું પ્રમાણ એટલી હદે વધી ગયું છે કે તેઓ પ્રોફેસરને ધમકાવતા, ચાકુ બતાવતા અને ડરાવતા થઈ ગયા છે. તેઓ સમજે છે કે કોલેજના ત્રણ વર્ષ એટલે જલસા કરવાનો golden time અને એવા સમયે જો કોઈ ટોકે, ભણવા તરફ વાળવાનો પ્રયત્ન કરે કે સાચી સલાહ આપે તે તેમને પસંદ નથી. આપણે સૌ જાણીએ છીએ કે શિક્ષણ તો જ્ઞાનની સાધના છે. જેમાં શિક્ષક નિસ્વાર્થ અને જ્ઞાની હોય અને વિદ્યાર્થીઓમાં ગુરુ પ્રત્યે પરમ આદર હોય તો જ શિક્ષણનો ધ્યેય સાર્થક થાય. વળી વિદ્યાર્થીને કોઈ પ્રકારની શિક્ષા ન કરવાના સરકારના નિયમે વિદ્યાર્થીઓમાં રહેલ થોડો ઘણો શિક્ષકનો ડર પણ કાઢી નાખ્યો છે. તેમને ખબર છે કે આપણું કંઈ જ શિક્ષક બગાડી શકે તેમ નથી. સામાન્ય રીતે સન્માનની ભાવના બે રીતે પ્રગટે. કુટુંબ દ્વારા મળેલ સંસ્કારને કારણે અંતરથી ઉદભવે અથવા ડરથી આવે. પરંતુ વર્તમાન સમયે બંને બાબતો નિષ્ફળ જોવા મળી રહી છે. નિયમો કે કાયદાનો ડર રહ્યો નથી, શિક્ષકના સરકારે હાથ કાપી નાખ્યા છે અને કુટુંબ બચપણથી જ સંસ્કાર આપવામાં નિષ્ફળ નિવડયું છે. ગુરુ પ્રત્યેના આદર વગર વિદ્યાર્થીને તેમની કોઈ વાત યોગ્ય લાગશે નહીં. કેમ કે આપણે એ જ વ્યક્તિની વાત માનતા હોઈએ છીએ જેને આપણે પ્રેમ કરતા હોઈએ. વિદ્યાની પ્રાપ્તિ માટે અહંકાર ઝુકવો આવશ્યક છે. ગુરુને ઈશ્વરતુલ્ય ગણી સેવાની ભાવના હોવી જોઈએ.

૨) સંયમ – વિદ્યાર્થીકાળમાં સંયમ અતિ આવશ્યક છે. ઇન્દ્રિયો પર કાબૂ વગર વિદ્યાપ્રાપ્તિ શક્ય જ નથી. ગમે તેવું ખાવું (સ્વાદ પર નિયત્રણનો અભાવ) ગમે તેવું બોલવું (વાણી પર અનિયંત્રણ) ગમે તેવું જોવું (પોર્નસાઇટનો બેફામ ઉપયોગ) ગમે તેવું સાંભળવું (ઘર અને બહાર સત્સંગનો અભાવ) વગેરે વિદ્યાર્થીના મનને ભટકાવે છે. દિશાહીન કરે છે. યુવાવસ્થામાં જોશ વધુ હોય અને સમજણ કેળવવામાં આવે તો જોશ અને હોશના સંગમથી ઉત્તમ પરિણામ મેળવી શકાય.

3) willingness to study – વિદ્યાર્થીઓમાં વિદ્યાપ્રાપ્તિની ઝંખના થાય તો જ શિક્ષણ પ્રત્યે પ્રેમ ઉદભવે. પરંતુ આજના વિદ્યાર્થીને તો લાગે છે કે શિક્ષણ કોઈ રીતે ઉપયોગી જ નથી, જીવન જીવવા કે સફળતા મેળવવા શિક્ષણની જરૂરિયાત જ નથી. એટલા માટે તેઓ હંમેશા એવા ઉદ્યોગપતિઓના કિસ્સાઓ શોધે છે કે જેઓ શિક્ષણ વગર કરોડપતિ થઈ ગયા હોય. ગુરુ વિદ્યા આપવા માંગતા હોય પરંતુ વિદ્યાર્થી તે પ્રાપ્તિની ઈચ્છા જ ન રાખતો હોય તો શિક્ષણ સાર્થક ક્યાંઈ થાય? આજે કોલેજમાં એ પરિસ્થિતિ છે કે ક્લાસમાં વિદ્યાર્થીઓ જોવા જ મળતા નથી કેમ કે તેઓ કોલેજ સમયને હરવા-ફરવા અને જલસા માટેનો ઉત્તમ સમય સમજે છે.

૪) એકાગ્રતા – વળી વિદ્યાર્થીમાં એકાગ્રતાની ખૂબ આવશ્યકતા છે. જે વિદ્યાર્થીઓ ક્લાસમાં હાજર હોય તેઓનું મન પણ અભ્યાસમાં ચોંટતું નથી. દર પાંચ મિનિટે તેઓની એકાગ્રતા ભંગ થયા જ કરે છે. જેના માટે ઘણા અધ્યાપકો વચ્ચે વચ્ચે જોક્સ, શાયરી વગેરેને ઉપયોગ કરી વિદ્યાર્થીનો રસ પાછો લાવવાનો પ્રયત્ન કરે છે જેનાથી વધુ અવળી અસર વિદ્યાર્થીઓના માનસ પર પડે છે અને તેવોનો સારા અને ગંભીર શિક્ષકો પ્રત્યેનો ભાવ ઓછો થઇ જાય છે. એકાગ્રતા યોગ્ય આહાર-વિહાર, હકારાત્મક વલણ, યોગ, ધ્યાન દ્વારા પ્રાપ્ત થઈ શકે. પરંતુ આજના વિદ્યાર્થીઓ સતત જંકફૂડ ખાય છે, અતિ નકારાત્મકતામા જીવે છે અને ભણવામાં તેમનું ચિત્ત ચોંટતું નથી. એ સર્વ વિદિત છે કે એકાગ્રતા વગર પરિણામ મળવું મુશ્કેલ છે. આ ઉપરાંત વર્તમાન સમયે શિક્ષણ એક વેપાર બની ગયો છે. ટ્યુશન દ્વારા પૈસા બનાવાય છે. વળી શિક્ષકનું ભાવિ વિદ્યાર્થીઓના ફિડબેક પર આધારિત છે એટલે કે વિદ્યાર્થીઓને જે શિક્ષક ગમે તેની પ્રગતિ ઝડપી થાય છે જેથી શિક્ષકો પોતાના સ્વાર્થમાં વિદ્યાર્થીઓને સાચું કહેવાને બદલે (જે સ્વાભાવિક રીતે કડવું હોય) માત્ર ને માત્ર સારું સારું કહેતા થઈ ગયા છે. અયોગ્ય રીતે વિદ્યાર્થીઓના મિત્ર બની ગયા છે. મને થાય છે કે માતા, પિતા, શિક્ષક બધા જો મિત્રો જ બની જશે તો વાસ્તવમાં માતા-પિતા અને શિક્ષકોનો જે મહત્વનો રોલ સમાજ ઘડતર માટે છે તે કોણ અદા કરશે? માત્ર ઉત્તમ શિક્ષક જ નહીં શ્રેષ્ઠ વિદ્યાર્થી પણ સર્વોત્તમ સમાજ રચનાનું અભિન્ન અંગ છે તે ભૂલવું જોઈએ નહીં. બંનેના યથાર્થ સંગમ દ્વારા જ સમાજ સંસ્કારી બની શકે. બાકી તો સતત સંઘર્ષમય જીવનની પ્રાપ્તિ એ જ દરેકનું ભવિષ્ય બની જશે. ટૂંકમાં વિદ્યાર્થી ચરિત્રશીલ, આશાવાન, અભ્યાસનિષ્ઠ, દ્રઢ નિશ્ચયી અને બળસંપન્ન હોવો જોઈએ. શરીરશક્તિ, સમજણશક્તિ અને સહનશક્તિ એનામાં હોવી અનિવાર્ય છે.

~ શિલ્પા શાહ – ડિરેકટર, H.K. BBA COLLEGE

Related

Tags: શિલ્પા શાહ
SendShare121Tweet70Scan
ADVERTISEMENT
Previous Post

વર્લ્ડ જનરલ નોલેજ

Next Post

એન એક્સિડેન્ટલ રિલેશનશિપ : ભાગ ૨ – પ્રકરણ ૪

Related Posts

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

by iGujju
0
488
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર
કવિતા

કીટલી ને કાફેમાં છે ફેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર બંનેની પોતાની લ્હેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર અસલની કીટલી પર પ્યાલા રકાબી અને બેસવાને મૂડા ને પાટલી પાણી પીવાને કાજ મુકી હો બાજુમાં હોય નાનકડી ઢોચકી કે માટલી આખી ને અડધી હવે એની પણ અડધી તોય એવી મજા ન આવે ઘેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર કીટલી પર politics discuss થતું પણ ચૂસકીમાં પૂરો થાય ખેલ ચર્ચા પછી હાથ ખંખેરી ઊભા મુકી issue ને એના ઉકેલ કોઇ ગાંઠે ન બાંધે વેરઝેર , ઓ Bro મારા કીટલી ને...

Read moreDetails

ખુશી ક્યાં મળે છે?

by iGujju
0
255
ખુશી ક્યાં મળે છે?
કલા-સાહિત્ય

ઘણા લોકો માને છે કે ખુશ રહેવા માટે પૈસા,આલિશાન મકાન,મોટી ગાડી, મોંઘો ફોન કે નામ,પદ -પ્રતિષ્ઠા જરૂરી છે. પરંતુ હકીકતમાં સાચી ખુશી બહારની વસ્તુઓમાં નહીં, પરંતુ આપણા મનની અંદર વસેલી હોય છે. ખુશ રહેવા માટે સૌથી પહેલાં માણસે પોતાની જાતને સ્વીકારવી જોઈએ. દરેક વખતે પોતાની તુલના બીજાઓ સાથે કરવાથી માણસ ક્યારેય સાચી ખુશી મેળવી શકતો નથી, કારણ કે દુનિયામાં હંમેશા કોઈ ને કોઈ આપણાથી આગળ કે પાછળ હશે જ. તેથી બીજાઓ સાથેની તુલના કરતાં પોતાના જીવનની પ્રગતિ પર ધ્યાન આપવું વધુ જરૂરી છે. નાની નાની બાબતોમાં આનંદ શોધવો એ પણ જીવનની મોટી કળા છે—પરિવાર સાથે પ્રેમથી બેસવું, મનપસંદ કામ કરવું,...

Read moreDetails

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

by iGujju
0
60
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર
સ્વાસ્થ્ય અને ફિટનેસ

વરસાદી મોસમમાં ભેજ, તાપમાનમાં ફેરફાર અને વાયરસનો ફેલાવો વધે છે, તેથી ઠંડી–સર્દી, ખાંસી તેમજ ગળાનું ઇન્ફેક્શન સામાન્ય બની જાય છે. થોડા સરળ દૈનિક પગલાં લઈને આપણે આ જોખમને ઘણી હદે ઘટાડીને સ્વસ્થ રહી શકીએ છીએ. શરીર સુકું અને ગરમ રાખવું: વરસાદમાં ભીંજાયા પછી તરત જ સુકા કપડાં પહેરો, વાળ સારી રીતે સૂકવો અને ગરમ પાણીથી સ્નાન કરો. લાંબા સમય સુધી ભીંજાયેલા કપડાં, શૂઝ અથવા મોજાંથી દૂર રહો. સ્વચ્છતા અને હેલ્થ હેજીન: હાથને વારંવાર સાબુ અને પાણીથી ધુઓ, ખાસ કરીને ખાંસી–છીંક પછી, બહારથી આવીને, ખાવા પહેલાં અને ટોયલેટ પછી. મુખ, નાક અને આંખને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો. ખોરાક અને પાણીનું ધ્યાન:...

Read moreDetails

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

by iGujju
0
64
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો
ધર્મ અને આધ્યાત્મિકતા

અમદાવાદ, ૨ મે ૨૦૨૬: Manas,  iGujju.com માનવ સેવા સંગ દ્વારા સંચાલિત "આનંદ નિકેતન, ભાડજ કેમ્પસે" પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં તેનો વાર્ષિક કાર્યક્રમ ભારે ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવ્યો. આ વર્ષની થીમ “સારથી – જીવનના પાઠ, માધવના સાથ” રહી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવન અને તેમની શિક્ષાઓની આજના સમયમાં પ્રાસંગિકતા રજૂ કરવામાં આવી. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતાએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને જીવંત અને યાદગાર બનાવી દીધો. કાર્યક્રમમાં નૃત્ય, નાટ્ય અને સંગીતમય પ્રસ્તુતિઓની મનમોહક શ્રેણી રજૂ કરવામાં આવી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના જીવનના મહત્વપૂર્ણ પ્રસંગોને સુંદર રીતે દર્શાવવામાં આવ્યા. દરેક પ્રસ્તુતિએ કર્તવ્ય, ધર્મ, ધૈર્ય અને આંતરિક શક્તિ જેવા જીવન મૂલ્યોનો સંદેશ આપ્યો....

Read moreDetails

હવે તારે જે કરવું હોય તે કર

by iGujju
0
78
હવે તારે જે કરવું હોય તે કર
વાર્તા અને લેખ

"હવે તારે જે કરવું હોય તે કર." મને તને પસંદ કરવાની કોઈ ઈચ્છા નહોતી. ખરેખર, હું તો કોઈ પ્રયત્ન પણ ન્હતો કરી રહ્યો. આ કોઈ યોજના નો ભાગ નહોતો—એવું ન્હોતું કે હું સવારે ઉઠીને વિચારું કે હા, આજે તો લાગણીઓ વિકસાવવાનો દિવસ છે અને મારી જિંદગીને થોડી વધુ જટિલ બનાવવાની તક. નહીં, આ તો પતંગિયાં જેમ આવ્યું. એટલું શાંતિથી કે મને શરૂઆતમાં ધ્યાન પણ આવ્યું નહીં—જેમ કોઈ ધીમો ગુંજારવ હોય—પણ પછી જાણે એ જ એક અવાજ બની ગયો, જે સતત સંભળાતો રહે... મને લાગે છે કે આ નાની નાની બાબતોથી શરૂ થયું હશે. આવી લાગણીઓ એકદમ પૂરતી તૈયાર થઈને નથી...

Read moreDetails

મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?

by iGujju
0
80
મનુષ્ય જીવનમાં અનેક કર્મો કયા કારણોસર બાંધે છે જે તેને જન્મોજન્મ રડાવે છે?
ધર્મ અને આધ્યાત્મિકતા

મનુષ્ય માત્રને જીવનમાં અનેક પ્રશ્નો સતાવતા હોય છે જેમ કે એક જેવા મનુષ્યોમાં કોઈ અમીર તો કોઈ ગરીબ કેમ? કોઈ જ્ઞાની તો કોઈ મૂર્ખ કેમ? કોઈ તંદુરસ્ત તો કોઈ રોગી કેમ? કોઈ સુંદર તો કોઈ કદરૂપું કેમ? કોઈ ગોરું તો કોઈ કાળું કેમ? કોઈ સફળ તો કોઈ અસફળ કેમ? જેનો જવાબ માત્ર કર્મ અને તેના સિધ્ધાંતને સમજવાથી જ મેળવી શકાય છે. લગભગ બધા જ ધર્મોએ કર્મની મહત્તાને સ્વીકારી છે કારણ કે સંસારમાં પ્રવર્તતી અસમાનતાને સમજવા કર્મને સ્વીકાર્યા વગર છૂટકો જ નથી. કર્મ એ ધર્મની જેમ શ્રદ્ધાનો વિષય નથી. કર્મનુ તો પદ્ધતિસરનું વિજ્ઞાન છે તર્કબદ્ધ અને ક્રમબદ્ધ, જેમ વિજ્ઞાનને પોતાના સિદ્ધાંતો...

Read moreDetails

એ અફવાહ છે…

by iGujju
0
119
એ અફવાહ છે…
ગઝલ

રીતસરની કોઈ એ અફવાહ છે, આંખ એની રોઈ એ અફવાહ છે, એણે લીધા છે હવે તો રિસામણા, રાહ જોતાં જોઈ એ અફવાહ છે, એ વિચારીને ભરે છે ડગલાં બધા, સૂઝ એણે ખોઈ એ અફવાહ છે, આંખમાં બેશરમી તો દેખાય છે, આંસુથી એ ધોઈ એ અફવાહ છે, ને વિરહમાં જાગરણ આખી રાતનું, આંખ સુખમાં સોઈ એ અફવાહ છે. હિંમતસિંહ ઝાલા

Read moreDetails

સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા

by iGujju
0
84
સ્ત્રી આરોગ્ય અને સ્વચ્છતા
મહિલા વિશેષ

By - Urvisha Vadodariya હું જ્યારે મારા શૈક્ષણિક જીવન તરફ પાછું નજર કરું છું, ત્યારે મને લાગે છે કે દરેક વિદ્યાર્થીની જેમ મારી પણ એક એવી સફર છે, જે માત્ર ડિગ્રી મેળવવા પૂરતી નથી, પરંતુ જીવનને સમજવા, સમાજને નજીકથી જોવાની અને પોતાની જવાબદારી ઓળખવાની પ્રક્રિયા છે. મારી આ સફરનું સૌથી મહત્વપૂર્ણ અને નિર્ણાયક અધ્યાય છે Gujarat University સાથે સંકળાયેલી MDC College (Mass Media and Communication). અહીં મેં માત્ર જર્નાલિઝમનો અભ્યાસ કર્યો નથી, પરંતુ વિચારવાની દિશા, પ્રશ્ન પૂછવાની હિંમત અને સમાજ માટે કંઈક કરવાનું સ્વપ્ન પણ વિકસાવ્યું છે. માસ મીડિયા અને જર્નાલિઝમ પસંદ કરવાની પ્રેરણા નાનપણથી જ મને આસપાસના સમાજને જોવાની,...

Read moreDetails

દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ

by iGujju
0
106
દાંતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કુપોષણ સામે “નાશ્તા ફડિયા” પહેલ
સામાજિક કર્યો

પત્રકારત્વના અભ્યાસના ભાગરૂપે અમારા વિભાગમાંથી (ગુજરાત યુનિવર્સિટી) સેમેસ્ટર-3ના વિદ્યાર્થીઓને 7 દિવસની ફરજીયાત ઇન્ટર્નશિપ માટે મોકલવામાં આવે છે. આ અંતર્ગત અમને દાંતા તાલુકાના કેટલાક અંતરિયાળ ગામોમાં મોકલવામાં આવ્યા હતા. અમારા વિભાગના કુલ 25 વિદ્યાર્થીઓ માંથી 12 વિદ્યાર્થીઓ દાંતા તાલુકામાં ઇન્ટર્નશિપ માટે ગયા હતા. ત્યાં ‘જનપથ’ સંસ્થા સ્થાનિક ગરીબ લોકો માટે કાર્ય કરે છે. અમને આપવામાં આવેલ કામ મુજબ ત્યાં રહેતા લોકોના બાળકો કેટલા પ્રમાણમાં કુપોષણનો શિકાર છે તેની માહિતી એકત્ર કરવાની હતી અને ત્યારબાદ ઘરે-ઘરે જઈ તપાસ કરવાની હતી. કે હાલમાં તેઓ કેટલા પ્રમાણમાં કુપોષણમાં છે અને જો કુપોષણમાં છે તો તેના પાછળના કારણો શું છે. દાંતા (ગુજરાત):- ભારતમાં બાળકમાં કુપોષણ...

Read moreDetails

મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”

by iGujju
0
98
મારા કમ્ફર્ટ ઝોનની બહાર: ગિરનાર થી માઉન્ટ આબુ સુધી”
મહિલા વિશેષ

ગુજરાત યુનિવર્સિટીની તરફથી માઉન્ટ આબુ ખાતે આયોજિત ફોરેસ્ટ કેમ્પમાં જવાની પસંદગી થઈ ત્યારે મને અપાર ખુશી થઈ. આ માત્ર કોલેજની એક્ટિવિટી નહોતી, તે યુનિવર્સિટી લેવલની એવી તક હતી જ્યાં ક્લાસ અને બુકથી બહાર શીખવાનું હતું. માઉન્ટ આબુ પહોંચતાં જ લીલાછમ, પહાડો અને તાજી હવાએ ઘેરી લીધું. મને ઉત્સાહ સાથે થોડી ઘબરાટ પણ થઈ. અંદરથી મને લાગ્યું કે આ પાંચ દિવસ શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે મને પડકારશે. અને એવું જ થયું પણ. કેમ્પ પાંચ દિવસનો, પ્રત્યેક દિવસ તાલીમ, સાહસ અને શિસ્તથી ભરપૂર હતો. દરેક દિવસની શરૂઆત સવારે જલ્દી ઉઠીને વ્યાયામ, દોડ અને વોર્મ-અપથી થતી. શરૂઆતમાં અઘરું લાગ્યું, પણ ધીમે ધીમે...

Read moreDetails
Load More
Next Post
આપણે કોને પ્રેમ કરીએ ?

એન એક્સિડેન્ટલ રિલેશનશિપ : ભાગ ૨ - પ્રકરણ ૪

આપણે કોને પ્રેમ કરીએ ?

એન એક્સિડેન્ટલ રિલેશનશિપ : ભાગ ૨ પ્રકરણ ૪

Please login to join discussion

Horoscope

Advertisement Banner
ADVERTISEMENT
  • Trending
  • Comments
  • Latest
શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

શ્રાવણ માસમાં આવતા સાતમ-આઠમના તહેવારોનું વૈજ્ઞાનિક મહત્વ

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

જીવાત્માનો કર્મ સાથે પ્રથમ સંયોગ થયો કેવી રીતે?

ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

ત્રીજું નેત્ર શું માત્ર શિવ પાસે જ છે?

ચિંતા મુક્ત રહેવા માટે જીવનના કેટલાક સરળ ઉપાય, જે માનસિક તણાવથી તમને કેવી રીતે બચાવશે?

ચિંતા મુક્ત રહેવા માટે જીવનના કેટલાક સરળ ઉપાય, જે માનસિક તણાવથી તમને કેવી રીતે બચાવશે?

જાણો પ્રેગ્રેન્સીમાં કેમ થાય છે સ્ટ્રેચ માર્ક્સ ?

જાણો પ્રેગ્રેન્સીમાં કેમ થાય છે સ્ટ્રેચ માર્ક્સ ?

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

0
ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

0
કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

0
Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

0
હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

0
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

ખુશી ક્યાં મળે છે?

ખુશી ક્યાં મળે છે?

કફ અને ઉધરસ માટે અજમાવો ઘરેલુ ઉપચાર

વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

હવે તારે જે કરવું હોય તે કર

હવે તારે જે કરવું હોય તે કર

Popular

  • ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર

    132 shares
    Share 53 Tweet 33
  • ખુશી ક્યાં મળે છે?

    69 shares
    Share 28 Tweet 17
  • વરસાદી ઋતુમાં ઠંડી–સર્દીથી બચવાનો અને ઉપચારનો સંપૂર્ણ માર્ગદર્શક

    16 shares
    Share 6 Tweet 4
  • Gen z અને યુવા વિદ્યાર્થીઓને કૃષ્ણજીવન દ્વારા સત્માર્ગે ચાલવા પ્રેરણા આપતો વાર્ષિકોત્સવ યોજાયો

    17 shares
    Share 7 Tweet 4
  • હવે તારે જે કરવું હોય તે કર

    21 shares
    Share 8 Tweet 5
ADVERTISEMENT

We bring you the best Gujarati Humour and Post with the best of the authors and writers. Our Goal is to Spread the Gujaratism to the globe with the best way.

Visit our Poem Blog

Follow Us :

Follow Us :
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2023 MediaHives - All Right Reserved by iGujju.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
error: iGujju Content is protected !!
  • Login
No Result
View All Result
  • i – Gujju
    • રાશિફળ 2021
    • ગુજ્જુ બાળ વિશેષ (Child & Parenting)
    • ગુજ્જુ યુવા વિશેષ (Youth)
    • ગુજ્જુ મહિલા વિશેષ (Women Special)
    • ગુજ્જુ પ્રૌઢ વિશેષ (Spiritual)
    • Corona
  • કલા-સાહિત્ય
    • વાર્તા અને લેખ
    • ગઝલ
    • કવિતા
    • ગીત
    • ભજન
  • મોજ મસ્તી
    • જોક્સ
    • Funny ફોટા
    • ગુજ્જુ ગપશપ
    • ગુજ્જુલોજી
  • જ્ઞાન વિજ્ઞાન
    • વિજ્ઞાન અને ટેક્નોલોજી
    • વાનગી વિશેષ
    • ધર્મ અને આધ્યાત્મિકતા
    • Video
    • More
  • સ્વાસ્થ્ય / ફિટનેસ
  • મસ્તી કાર્ડ

© 2023 MediaHives - All Right Reserved by iGujju.