બલસાર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિયેશનના નેજા હેઠળ નાનપણથી જ ક્રિકેટની તાલીમ લેનાર ઉંમરગામ તાલુકાના નારગોલ ગામના ફસ્ટ બોલર અરઝાન નગવાસવાલાની ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમમાં સ્ટેન્ડબાય ખેલાડી તરીકે પસંદગી કરવામાં આવી છે. આ સાથે જ વલસાડ જિલ્લાનું નામ વિશ્વ ફલક પર ગૂંજી ઉઠયુ છે.
બી.ડી.સી.એ. ના માનદ મંત્રી જનકભાઈ દેસાઈએ જણાવ્યું કે, ઈંગ્લેન્ડ સામે રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફયનલ મેચ તથા ન્યુઝીલેન્ડ સામે રમાનારી પાંચ ટેસ્ટ માટે શુક્રવારે જાહેર થયેલી ભારતીય ટીમમાં બી.ડી.સી.એ.ના ખેલાડી અરઝાન નગવાસવાલાની સ્ટેન્ડબાય ખેલાડી તરીકે પસંદગી થઈ છે. આ ઉપરાંત, બી.ડી.સી.એ.ના ટ્રેનર એવા વલસાડના સોહમ દેસાઈની બી.સી.સી.આઈ.ના ટ્રેનર તરીકે પસંદગી થઈ છે.
ભારતીય ટેસ્ટ ટીમમાં ખેલાડી તરીકે અરઝાન નગવાસવાલા તથા ટ્રેનર તરીકે સોહમ દેસાઈ વલસાડ તરફથી પસંદગી પામનાર પ્રથમ વ્યક્તિઓ છે. જે વલસાડ માટે ગૌરવની વાત છે. તેઓની અનેરી સિદ્ધિ બદલ બી.ડી.સી.એ.ના માનદમંત્રી જનક ભાઈ દેસાઈ તથા પ્રમુખ કિકુભાઈ દેસાઈ તેમજ સર્વે હોદ્દેદારોએ બંન્નેને અભિનંદન પાઠવીને, ટુર્નામેન્ટમાં સફળતા મેળવે એવી શુભેચ્છા પાઠવી છે.
VR Sunil Gohil


















































