દેશમાં કોરોનાની બીજી લહેર હાહાકાર મચાવી રહી છે. કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર વિજય રાઘવને પણ ત્રીજી લહેર આવવાની આશંકા વ્યક્ત કરી છે. જોકે બીજી કહેર ક્યારે પુરી થશે તેને લઈને IIT કાનપુરના પ્રોફેસરે પોતાનો મત વ્યક્ત કર્યો છે.
હાલ દેશમાં કોરોનાથી છેલ્લા 3 દિવસમાં સંક્રમણના 4 લાકથી વધુ કેસ સામે આવી રહ્યા છે. એક જ દિવસમાં 4000થી વધુ મોત નોંધાયા છે. સૌકોઈનો એક જ સવાલ છે કે, આખરે કોરોનાની આ બીજી લહેરનો અંત ક્યારે આવશે. આ મામલે કોરોનાના ડેટા વિશ્લેષણ કરી રહેલા પદ્મશ્રી પ્રો. મણિન્દ્ર અગ્રવાલે દાવો કર્યો છે કે, જુલાઈ સુધીમાં કોરોનાની બીજી લહેર સમાપ્ત થઈ જશે. સાથે જ તેમણે એવો પણ દાવો કર્યો છે કે, કોરોનાના ડેટા વિશ્લેષણ કરતા જાણવા મળ્યું છે કે, ઓક્ટોબરથી ત્રીજી લહેર પણ શરૂ થશે.
મહત્વનું છે કે, આ અધ્યયનમાં એ વાત જાણી શકાઈ નથી કે ત્રીજી લહેર કેટલી મોટી અને ભયાનક હશે. પ્રો. અગ્રવાલે કહ્યું હતું કે, કદાચ એવું પણ બને કે ત્રીજી લહેર સામાન્ય જ હોય. જોકે તે ઘણી બાબતો પર આધાર રાખે છે. જેથી આપણે તમામ બાબતે દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહેવું જોઈએ.
અગાઉ કોરોનાની બીજી લહેરને લઈને કરવામાં આવેલો અંદાજ પણ ખોટો સાબિત થયો છે. અગાઉ કહેવાતુ હતું કે કોરોનાનો પીકનો સમય મે મહિનામાં મધ્ય ભાગમા6 આવશે અને ત્યાર બાદ તે ઓસરવાનું શરૂ થઈ જશે. પ્ણ હવે આ પીક 10-15 મેની જગ્યાએ એકથી 2 અઠવાડિયાં વધુ આગળ શિફ્ટ થઈ રહ્યો હોય તેવું લાગે છે. અગ્રવાલે કહ્યું હતું કે, આ ચિંતાનો વિષય છે. હાલ તેના પર નજર રાખવામાં આવી રહી છે. આગામી કેટલાક દિવસોમાં સ્પષ્ટ થઈ જશે કે આ પીક ક્યારે આવશે. પીક આવ્યા બાદ કોરોના દર્દીઓની મળવાની સંખ્યા ઝડપથી ઘટવાનું શરૂ થશે.
મણિન્દ્ર અગ્રવાલે જણાવ્યું હતું કે, ઓરિસ્સા, આસામ અને પંજાબમાં પીકનો સમય હજી સ્પષ્ટ થઈ શક્યો નથી. આ માટે રાહ જોવી પડશે. આગામી કેટલાક દિવસોના ડેટા વિશ્લેષણ કર્યા બાદ જ અમે જાણી શકીશું. આ સિવાય દિલ્હી અને મધ્યપ્રદેશમાં પીક આવી ચૂકી છે. જ્યારે હરિયાણામાં પીકનો સમય આગળ વધી ગયો છે.
હૈદરાબાદમાં IITના પ્રોફેસર માથુકુમલ્લી વિદ્યાસાગરે કહ્યું હતું કે, અમારા પૂર્વાનુમાન મુજબ આગામી થોડા દિવસોમાં ભારતમાં કોરોનાનો પીક જોવા મળી શકે છે. હાલના સમય મુજબ જૂનના અંત સુધીમાં દેશમાં રોજ 20 હજાર કેસ સામે આવી શકે છે. પ્રોફેસર માથુકુમલ્લી વિદ્યાસાગરે આઈઆઈટી કાનપુરના પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલ દ્વારા તૈયાર કરાયેલા મોડલનો પણ ઉલ્લેખ કર્યો છે. જેમાં પ્રો.અગ્રવાલની ટીમે ભવિષ્યવાણી કરી હતી કે એપ્રિલના મધ્ય સુધીમાં કોરોના લહેર પોતાની ચરમસીમાએ હશે. આ અનુમાન ખોટું સાબિત થયું અને મે મહિનામાં પણ સંક્રમણ અને મોતના આંકડા વધવાનો સિલસિલો ચાલુ છે. જો કે બાદમાં પ્રો.અગ્રવાલે 7 મેના રોજ પીક આવવાની વાત કરી.
VR Sunil Gohil


















































