આ પહેલમાં આપણા ગુજરાતી સિનેજગતના ઘણાં બધા નામી સિતારાઓએ પણ દીપ પ્રગડાવીને પોતાની દેશ પ્રત્યેની ફરજ અદા કરી હતી.દેશના સામાન્ય નાગરિકની જેમ જ તેઓએ પોતાના ઘરે દીપ પ્રગટાવીને દેશપ્રેમ તથા એકતા વ્યક્ત કરી હતી. યતિન પરમાર, મલ્હાર ઠાકર, આકાશ ઝાલા, પ્રિન્સ ગુપ્તા, ઓજસ રાવલ, ક્રિશ ચૌહાણ, કહાન મિસ્ત્રી, આરતી પટેલ સહિતની સિનેજગતની હસ્તીઓએ પોતપોતાના નિવાસસ્થાને દીપ પ્રાગટ્ય કર્યુ હતું.
ગુજરાતી સંગીતની શાન એવા વાગ્યો રે ઢોલ ફેમ ભૂમિ ત્રિવેદી, સપના વિનાની રાત ફેમ આદિત્ય ગઢવી અને સંગીતકાર પાર્થ ભરતભાઈ ઠક્કર પણ આ ઐતિહાસિક પળનો ભાગ બન્યા હતા.
આઈ.એચ.એફ પ્રોડક્શન્સના ફાઉન્ડર દર્શન ચૌહાણ અને ઈશા શાહે આ પ્રસંગે સંદેશ આપતા જણાવ્યું હતું કે આ જે કંઈ પણ કાર્ય કરવામાં આવી રહ્યું છે તે સામાજિક એકતા અને પરસ્પર સામંજસ્ય દર્શાવવાનો એક ભાગ છે, જેને કોઈ રાજનીતિનો રંગ ન આપતા સમાજના તમામ લોકોએ સરકાર અને પોલિસ પ્રશાસનને સહકાર આપવો જોઈએ. આપણા રક્ષણ માટે પોલીસ તંત્રના અધિકારીઓ દિવસ રાત પોતાના પરિવારને છોડીને આપણને સાચવે છે. આપણે એ.સી કે પંખામાં ટીવી જોતં જોતાં સમય પસાર કરીએ છીએ, નવી નવી વાનગીઓ બનાવીએ છીએ જ્યારે પોલીસ અધિકારીઓ આટલા કપરાં સંજોગોમાં ખડે પગે રહીને આપણે પોતાની ફરજ બજાવે છે. આવા સમયે આપણે માનવતા રાખીને તેમને શક્ય તેટલો સહયોગ કરવો જોઈએ તો સ્વાતિ શાહે સંદેશ આપતા જણાવ્યું કે પૈસા તો ફરી પણ કમાઈ લેવાશે પણ જીવ જશે તો ફરી આ જીવન નહિં મળે તેથી પોતાના ઘરે જ રહીને આરોગ્ય તંત્ર તથા પોલીસ તંત્રને સહકાર આપવો. તેઓ જે કોઈ પણ રીતે કાયદાનું કડક પાલન કરી રહ્યાં છે કે કરાવી રહ્યાં છે તેમાં તેઓનો કોઈ અંગત સ્વાર્થ નથી.






























































