હાલ કોરોનાની જે વૈશ્વિક મહામારી ચાલી રહી છે તેને પગલે સરકારે લોકડાઉનનો આદેશ જાહેર કર્યો છે. જેના અનુસંધાનમાં કોર્પોરેટ જગતના તમામ લોકો વર્ક ફ્રોમ હોમનો કન્સેપ્ટ અનુસરી રહ્યાં છે. હાર્ટ ઓફ લિટરેચરના ફાઉન્ડર સાથેની વાતચીતમાં અભિનેતા યતિન પરમારે જણાવેલ કે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ સમગ્ર ભારતવાસીઓને દીપ પ્રગટાવવા કહ્યું હતું કે જે એકતા અને ઊર્જાનું પ્રતિક છે. લોકોને આ મહામારી સામે લડવાની હિંમત મળે અને જીવનમાં મહદંશે હકારાત્મકતા પ્રવેશે એ હેતુસર આ પગલું લેવાયું હતું. આ ફક્ત દીવા જ નથી પ્રગટ્યા, એક આશાનું કિરણ પણ પ્રગટ્યું છે કે આપણે સૌ જલદી જ આમાંથી બહાર નીકળીશું. આપણો દેશ વિભિન્ન જાતિ, ધર્મ અને સંસ્કૃતિઓના સમન્વયથી બનેલો છે જે અનેકતામાં એકતાનો મંત્ર સિદ્ધ કરે છે. આજે દેશવાસીઓએ જે પુરવાર કર્યુ છે તેનાથી એક અલગ જ ઊર્જા પ્રાપ્ત થઈ છે. હિંમત રાખજો દોસ્તો. બહુ જ જલદી આપણે આ બધામાંથી બહાર આવી જઈશું. તમામ ડોક્ટર્સ, મેડિકલ સ્ટાફ, સફાઈ કર્મચારીઓ, પોલીસ તંત્ર – આ સૌ લોકો, જે પોતાના પરિવારથી દૂર રહીને દેશસેવા કરે છે એ બધાને ખૂબ ખૂબ વંદન. દેશના તમામ લોકોને કુદરત આ રોગ સામે લડવાની શક્તિ અર્પે એવા પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના. જય હિંદ.
ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર
કીટલી ને કાફેમાં છે ફેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર બંનેની પોતાની લ્હેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર અસલની કીટલી પર પ્યાલા રકાબી અને બેસવાને મૂડા ને પાટલી પાણી પીવાને કાજ મુકી હો બાજુમાં હોય નાનકડી ઢોચકી કે માટલી આખી ને અડધી હવે એની પણ અડધી તોય એવી મજા ન આવે ઘેર , ઓ Bro મારા કીટલી ને કાફેમાં છે ફેર કીટલી પર politics discuss થતું પણ ચૂસકીમાં પૂરો થાય ખેલ ચર્ચા પછી હાથ ખંખેરી ઊભા મુકી issue ને એના ઉકેલ કોઇ ગાંઠે ન બાંધે વેરઝેર , ઓ Bro મારા કીટલી ને...


















































