હકારાત્મક અસર – ચંદ્રના પ્રભાવથી જાતકને માનસિક સુખ મળે છે. જેનો ચંદ્ર ઉચ્ચનો છે, તે વ્યક્તિના માતા સાથેના સંબંધો સારા રહેશે અને માતાનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. ચંદ્રના પ્રભાવને કારણે જાતકને તેના કામથી માનસિક રીતે સંતુષ્ટિ થશે. જાતકની કલ્પનાશક્તિ પણ ચંદ્રના હકારાત્મક પ્રભાવથી મજબૂત થાય છે.
નકારાત્મક અસર – ચંદ્રની નકારાત્મક અસર વ્યક્તિને માનસિક રીતે ખલેલ અને તાણ આપશે. તે માથાનો દુખાવો, હતાશા, ગાંડપણ, બેચેની વગેરેની ફરિયાદ કરે છે. ચંદ્રના નબળા થવાને કારણે જાતકની માતાને સુખ મળતું નથી. પીડિત ચંદ્રને કારણે જળ સંકટ પણ શક્ય છે. ચંદ્ર નીચ થવાના સમયે અચાનક દુધાળુ પ્રાણી મરી જાય અથવા નળમાંથી કે બારમાંથી પાણી આવતું બંધ થઈ જાય. કૂવા, તળાવ સૂકાવા લાગે.ધંધો ઠપ થઈ જાય.

લાલ કિતાબ અનુસાર, ચંદ્ર ગ્રહ શાંતિ માટે ઉપાયો
ચંદ્ર ગ્રહને લગતા લાલ કિતાબના ઉપાય નીચે મુજબ છે :
- પુત્રની ખુશી માટે વરિયાળીને જમીનમાં દબાવો.
- રાત્રે સૂતી વખતે માથાના ભાગે વરિયાળી અને પાણી રાખીને સવારે તેને કોઈ પણ ઝાડના મૂળમાં નાખવું.
- ઘરે ચાંદીની થાળી રાખવી શુભ રહેશે.
- નદીમાં પૈસા વહેતા મૂકો.
- જરૂરિયાતમંદ લોકોને પાણી અને દૂધ અર્પણ કરો.
- સોમવારના દિવસે સફેદ કપડામાં મિસરી બાંધીને પાણીમાં વહેવડાવવી.
- વડીલોના અને માતામા આશિર્વાદ લેવા.
- ચાંદીની વીંટીમાં મોતી પહેરવું.
લાલ કિતાબના ઉપાયો જ્યોતિષના સિદ્ધાંતો પર આધારિત છે. તેથી જ્યોતિષમાં આ પુસ્તકનું મહત્વનું સ્થાન છે. આશા છે કે, ચંદ્ર ગ્રહ સંબંધિત લાલ કતાબમાં આપેલી આ માહિતી તમારા કાર્યને સાબિત કરવામાં સફળ થશે.
ચંદ્ર સંબંધિત અન્ય માહિતી
- સ્વામી દેવતા – મહાદેવ
- પક્કા ઘર – 4
- ઉચ્ચ ઘર – 1,2,3,4,5,9
- નીચ ઘર – 6,7,8,10,11, 12
- સમય – સવારે 10 થી 11, ચાંદની રાત
- ઉંમર – 24મું વર્ષ
- મસ્નૂઈ (બનાવટી) ગ્રહ – સૂર્ય + ગુરુ
– આદિત શાહ “અંજામ”


















































